વનીકરણનો વિવાદ:સાંસદ-ધારાસભ્યે પ્લોટ પરત કર્યો, અન્ય 16 કબજે કરાયા

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રીનબેલ્ટમાં વૃક્ષારોપણના બદલે બાંધકામ

ગ્રીન બેલ્ટના 46 પ્લોટ્સના વિવાદને શાંત પાડવા માટે ભાજપ સંગઠન ની સુચના બાદ મેયરે તમામ પ્લોટસ પરત લેવાનો આદેશ કર્યા બાદ શુક્રવારે 16 પ્લોટ પરત લેવામાં આવ્યા હતા. તો સાંસદ અને ધારાસભ્ય દ્વારા સામેથી પ્લોટનો કબજો પાલિકાને આપી દીધો હતો.

46 ગ્રીનબેલ્ટના પ્લોટ પર બાંધકામ થયું હોવાના હોબાળા બાદ તમામ પ્લોટ પરત લેવા જાહેરાત કરાઇ હતી. દરમિયાન શુક્રવારે પાલિકાએ 16 પ્લોટ પરત લીધા હતા. સાંસદ રંજનબેન ભટ્ટ સાથે સંકળાયેલી સામાન્ય લેડીઝ કલબ અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે સંકળાયેલા વાઘોડિયા રોડના એજ્યુકેશન ટ્રસ્ટને અપાયેલો પ્લોટ સામેથી પરત કર્યો હતો.

આ પ્લોટનું પઝેશન લીધું

 • માં ભગવતી ટ્રસ્ટ,સમા
 • ગિરિરાજ કો-ઓ,સમા
 • સિનિયર સિટીઝન એસો, સમા
 • વરિષ્ઠ મિત્ર મંડળ, સમા
 • નોર્થ ઝોન સિનિયર સિટીઝન વેલ્ફેર નિઝામપુરા
 • ​​ગ્રાહક સુરક્ષા ફોરમ ,ટીપી 13,
 • સુરેશ પટેલ, હરણી - વડીલ પરિવાર,સુભાનપુરા
 • ​​​​પ્લેનેટ વડોદરા, તાંદલજા
 • સિનિયર સિટીઝન એસો ,નટુભાઈ સર્કલ રોડ
 • સિનિયર સિટીઝન એસો. વાઘોડિયા રોડ,
 • દેવિકાબેન શેઠ, વાઘોડિયા રોડ
 • સિનિયર સિટીઝન મંડળ,વાઘોડિયા રોડ
 • વરિષ્ઠ નાગરિક સંઘ, વાઘોડિયા રોડ
 • જ્યોર્તિનાથ ચેરીટેબલબલ ટ્રસ્ટ ,વાઘોડિયા રોડ
 • ત્રિલોક યુથ ક્લબ ચેરીટેબલ ટ્રસ્ટ ,વાઘોડિયા રોડ
અન્ય સમાચારો પણ છે...