શોધખોળ શરૂ:12 સાયન્સની છાત્રાને માતાએ ઠપકો આપતાં ઘરેથી જતી રહી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમા-સાવલી રોડની સગીરાને અભ્યાસ બાબતે ટોકી હતી, પોલીસને જાણ કરાતાં શોધખોળ શરૂ

શહેરના સમા-સાવલી રોડ પર રહેતી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતાં તે ઘર છોડીને જતી રહી હતી. બેબાકળી બનેલી માતાએ આ મામલે પોલીસની મદદ માગતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી.આ બનાવ અંગે શહેરના સમા-સાવલી રોડ પર રહેતી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમને 2 સંતાનો પૈકી નાની 17 વર્ષીય પુત્રી હાલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે.

26 તારીખે સવારે 7 વાગે તેઓ જ્યારે ઊઠ્યાં ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે, તેમની સગીર પુત્રી ઘરમાં ન હતી. તેમણે આસપાસમાં તથા સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પણ કોઇ પત્તો મળ્યો ન હતો. આ ઉપરાંત તેમણે સગીરાના મિત્રોને પણ આ બાબતે પૂછતાં તેમની પાસે કોઇ જાણકારી ન હતી. જેથી તેમણે પોતાની પુત્રીને અભ્યાસ બાબતે ઠપકો આપતાં આવેશમાં આવીને ઘરેથી જતી રહી હોવાનું જણાતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે માતાની ફરિયાદ નોંધીને સગીરાની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...