કેનેડામાં કોલજ બંધ થતા હેરાનગતિ:વડોદરાના ધ્રુમિલની માતાએ કહ્યું- 'પુત્રને ક્યુબેકના મોન્ટ્રિયલથી 150 કિમી દૂરની કોલેજમાં એડમિશન મળી શકે છે'

વડોદરા8 મહિનો પહેલા
ધ્રુમિલના માતાએ દીકરા સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.(ફાઈલ તસવીર)
  • કેનેડા સરકારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને ધ્રુમિલને કોઇ સમસ્યા નથી-માતા

કેનેડાના ક્યુબેક પ્રાંતમાં આવેલ મોન્ટ્રિયલની ત્રણ કોલેજ ફંડ ન હોવાને કારણે બંધ થઇ જતાં ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં વડોદરાના 10 વિદ્યાર્થીઓ પણ સામેલ છે. ત્યારે વડોદરાના એક વિદ્યાર્થી ધ્રુમિલના માતા આરતીબેન શાહે જણાવ્યું છે કે, પુત્રને ત્યાંથી 150 કિ.મી. દૂર કોલેજમાં એડમિશન મળી શકે છે.

ધુર્મિલને કોઈ સમસ્યા નથી
વડોદરાના કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ સોસાયટીમાં રહેતા ધ્રુમિલના માતા આરતીબેન શાહે જણાવ્યું હતું કે, મારો પુત્ર છેલ્લા દોઢ વર્ષથી કેનેડાના ક્યુબેકના મોન્ટ્રિયલ અભ્યાસ કરે છે. ધ્રુમિલ જે કોલેજમાં અભ્યાસ કરે છે તે કોલેજ છેલ્લા એક મહિનાથી નાદાર થઇ છે. તેથી કોલેજ બંધ છે. કેનેડા સરકારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને ધ્રુમિલને કોઇ સમસ્યા નથી.

હર્જીન કોલેજમાં એડમિશન મળી શકે
આજે સવારે 11 વાગ્યે (ભારતીય સમય અનુસાર) ધ્રુમિલ સાથે ફોન પર વાત થઇ અને તે કોઇ તકલીફમાં નથી. ધ્રુમિલ સહિતના વિદ્યાર્થીઓને ત્યાથી 150 કિલોમીટર દૂર આવેલ હર્જીન કોલેજમાં એડમિશન મળી શકે છે. પરંતુ આ કોલેજ સુધી પહોંચવામાં એક કલાક જેટલો સમય લાગે છે. જેથી ત્યા કોઇ વિદ્યાર્થીઓ ગયા નથી અને જે કોલજેમાં તેઓ અભ્યાસ કરે છે તે ખુલવાની રાહ જુએ છે.

અન્ય સમાચારો પણ છે...