તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સયાજી હોસ્પિટલમાં 5 દિવસના બાળકને તરછોડીને માતા ફરાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણનો બાળક 3 દિવસથી ICUમાં દાખલ હતો

સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ દાખલ પ્રસૃતા પાંચ દિવસના બાળકને તરછોડી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. કરજણના ધામણજા ગામના સોનલબેન રમેશ રાઠોડિયાએ 5 દિવસ પહેલાં કરજણ પીએચસીમાં એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકનું વજન ઓછું હોવાથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ખસેડવામાં આવ્યુ હતું. તેને ત્રણ દિવસ સુધી આઇસીયુ વિભાગમાં રાખવામાં આવ્યું હતું.

ગત 3જી તારીખે બપોરે માતા સોનલબેન તેમના બેડ પર નહીં જણાતાં પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. તેઓએ આ અંગે હોસ્પિટલના સ્ટાફ અને રાવપુરા પોલીસની ધ્યાન દોર્યું હતું. જોકે સોનલબેનના ભાઈએ હોસ્પિટલ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અમે સીસીટીવી ફુટેજ માગીએ છીએ, પરંતુ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગલ્લા-તલ્લા કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...