તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર સેફ્ટી:SSGમાં ચાલુ મોકડ્રીલે ટીમે પૂછ્યું ‘હવે શું કરવાનું છે?’

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોકડ્રીલ અંતર્ગત રેસ્ક્યુ ટીમ ત્રીજા માળથી દર્દીને બચાવી નીચે લાવી હતી - Divya Bhaskar
મોકડ્રીલ અંતર્ગત રેસ્ક્યુ ટીમ ત્રીજા માળથી દર્દીને બચાવી નીચે લાવી હતી
  • 4 મહિના બાદ ફરી મોકડ્રીલ થઇ, અડધો કલાકમાં જ ‘આગ’ કાબૂમાં લઈ લીધી

એસએસજીની કોરોના હોસ્પિટલના ત્રીજા માળે અચાનક ‘આગ’ ફાટી નીકળી હતી. જેમાં અગાઉની ગોઠવણ મુજબ હોસ્પિટલના ફાયરબ્રિગેડ સહિતના સ્ટાફે દોડી આવીને આગ બુઝાવી દેતાં અડધો કલાકમાં મોકડ્રિલ સમેટાઇ હતી.રાજકોટની હોસ્પિટલમાં લાગેલી આગના પગલે શનિવારે બપોરે દોઢ વાગ્યાના સુમારે એસએસજીની કોરોના હોસ્પિટલના ત્રીજા માળે રાખવામાં આવેલા દર્દીઓના પડદામાં અચાનક આગ લાગી ગઇ હતી.

હોસ્પિટલના ફાયર સ્ટાફ અને હાજર કર્મીઓએ પાણીનો મારો ચલાવીને આગ તુરંત જ ઓલવી નાખી હતી. બીજી તરફ આગને પગલે રેસ્ક્યૂ ટીમ દ્વારા કપડાના સ્ટ્રેચર પર માત્ર અઢી મિનિટમાં જ 3 દર્દીઓને ગ્રાઉન્ડ ફ્લોર પર સહીસલામત લઇ જવાયા હતા. જોકે આ મોકડ્રીલમાં કપડાના સ્ટ્રેચર પર દર્દીઓને બચાવીને નીચે લાવ્યા બાદ રેસ્ક્યૂ ટીમના સભ્યો આરામથી ઊભા રહી ગયા હતા અને નિર્દોષ ભાવે એકબીજા સામે જોઇને સવાલ કર્યો કે ‘હવે શું કરવાનું છે..?’ સવાલ પૂછાતાં જ હાજર લોકોમાં હસાહસ થઇ ગઇ હતી.

એસએસજીના ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું કે, ‘મોકડ્રીલનો હેતુ સિક્યુરિટી સ્ટાફ અને સ્વીપર જે ફાયરમેન કરતાં પણ પહેલાં આગના સ્થળે પહોંચે તેવી શક્યતા હોય છે, તેમને ધ્યાનમાં રાખીને તૈયારીના ભાગરૂપે આ મોકડ્રીલ યોજી હતી.’ ઉલ્લેખનીય છે કે, મોકડ્રીલ શરૂ થયાની ગણતરીની મિનિટો પહેલાં કારમાં પસાર થઇ રહેલા હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટે કાર ઊભી રાખીને મીડિયા પાસેથી અહીં શા માટે બધા એકઠા થયા છે, તેવી પૃચ્છા કરતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...