વડોદરામાં પુત્રનો પિતા પર અત્યાચાર:'તમે મારા પુત્ર સાથે ખોટું કામ કર્યું છે' કહીને સગા પુત્ર-પુત્રવધૂએ આધેડને દોરડે બાંધીને માર માર્યો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
જવાહનરનગર પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
જવાહનરનગર પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)
  • પોલીસ ફરિયાદ કરશે તો ​​​​​​​જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

વડોદરા શહેરના જવાહરનગર વિસ્તારમાં પુત્ર અને પુત્રવધૂએ ભેગા મળી પિતાને દોરડાથી બાંધી માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. પુત્ર અને પુત્રવધૂનો આક્ષેપ હતો કે, વૃદ્ઘે પૌત્ર સાથે ખોટું કામ કર્યું છે.

પુત્રએ મારતા પિતાએ બૂમાબૂમ કરી
વડોદરાના જવાહરનગર વિસ્તારમાં રહેતા વૃદ્ઘ સુભાષચંદ્ર ચુડાસમાએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત 5 મેના રોજ ઘરે હતા. આ દરમિયાન તેમનો પુત્ર પ્રશાંત અને પુત્રવધૂ સંગીતા તેમના ઘરે આવ્યા હતા. બંનેએ આવીને કહ્યું હતું કે, તમે અમારા 12 વર્ષના દિકરા સાથે ખોટું કામ કર્યું છે અને તેનો તમે વીડિયો બનાવ્યો છે. સાથે જ પ્રશાંતે ધક્કો મારી પિતા સુભાષચંદ્રને પલંગમાં પાડી લીધા હતા અને તેમની છાતી પર બેસી ગયો હતો. પુત્રએ પિતાને મુક્કાથી મરવાનું શરૂ કરતા તેમણે બૂમાબૂમ કરી હતી. તેથી પુત્રવધૂ સંગીતા ઘરમાંથી દોરડું લઇ આવી હતી અને તેનાથી તેમના હાથ પગ બાંધી દીધા હતા. સાથે જ ધમકી આપી હતી કે, જો આ અંગે કોઇ પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું.

પિતાએ પુત્ર અને પુત્રવધૂ સામે ફરિયાદ કરી
આ મામલે વૃદ્ઘે તેના પુત્ર અને પુત્રવધૂ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...