તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનમાં વિલંબ:કોવેક્સિન લેનાર 20 હજાર લોકોને બીજા ડોઝનો મેસેજ પણ રજિસ્ટ્રેશન જ થતું નથી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાલિકાનું આરોગ્ય વિભાગ કહે છે વેક્સિન આવશે ત્યારે ડોઝ મુકાશે
  • 28 દિવસ બાદ મોબાઇલ ફોન પર મેસેજ અાવતાં લોકોની ઇન્ક્વાયરી માટે દોડાદોડી

શહેરમાં કોવેક્સિનનો પહેલો ડોઝ લેનાર 18 થી 44 વર્ષના 20 હજાર લોકો બીજા ડોઝ માટે અટવાયા છે. અંદાજે 40 હજાર લોકોને કો વેક્સિન નો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જે પૈકી 20 હજાર લોકોનો 28 દિવસ ઉપર નો સમય થયો છે. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આ લોકોને બીજો ડોઝ આપવા માટે રાજ્ય સરકાર પાસે રસીની માગણી કરવામાં આવી રહી છે પરંતુ એક સપ્તાહ થવા છતાં પણ રસી આવી રહી નથી.

શહેરમાં 18 થી 44 વર્ષના નાગરિકોને 1 મે બાદ કોવેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. જેમને 28 દિવસ થઇ જતા મોબાઈલ ઉપર બીજો ડોઝ લેવા માટે વારંવાર મેસેજ આવે છે જેને પગલે સાઇટ ખોલી રજિસ્ટ્રેશન કરાવવા જતા થઇ શકતું નથી. જેથી નાગરીકોને મુશ્કેલી વધે છે વારંવાર મેસેજને પગલે નાગરિકો દ્વારા રસીકરણ કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર પૂછપરછ કરવા માટે દોડધામ કરી રહ્યા છે. કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે અંગે જણાવ્યું હતું કે આઠ સપ્તાહ સુધીમાં રસી લઈ શકાય છે. જેને પગલે ચિંતાનો વિષય નથી સરકારમાંથી રસી આવશે ત્યારે સ્લોટ ખુલશે.

18થી વધુ વય જૂથમાં 62.65% રસીકરણ
સોમવારે 18 વર્ષથી ઉપરના 6539 લોકોએ રસી ન પહેલો ડોઝ મુકાયો હતો. જ્યારે અત્યાર સુધીમાં 393446 લોકોએ રસી મુકાવી આ વય જૂથના 62.65 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે જ્યારે 45 થી ઉપરના1891 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો જેમનું 70.98 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. તેમજ 194 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

જિલ્લામાં 18 પ્લસના 5099ને રસી
વડોદરા જિલ્લામાં 25 કેન્દ્રોમાં સોમવારે 18 થી 44 વયજૂથના 5099 લોકોએ રસીનો પહેલો ડોઝ મુક્યો હતો.અન્ય વયજૂથના 53,666 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. જ્યારે બીજો ડોઝ લેવામાં વડોદરા શહેરના 120 લોકોનો સમાવેશ થાય છે. 18 થી 44 વય જૂથ ઉપરાંત અન્ય ચાર શ્રેણીઓના થઈને કુલ 6333 લોકોએ ગુરૂવારે રસીનો પહેલો ડોઝ લીધો હતો.આમ,અત્યાર સુધીમાં કુલ 3,90,804 લોકોએ પહેલા ડોઝની રસી લીધી છે.ગુરૂવારે 1087 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

વડોદરાનું અલ્હાદપુરા 100% રસીકરણ કરનાર પ્રથમ ગામ
વડોદરા તાલુકાનું અલ્હાદપુરા ગામે 100 ટકા રસીકરણની સિધ્ધી મેળવનારૂ પ્રથમ ગામ બન્યું છે. આ સિધ્ધી મેળવવામાં ઈ.એસ.આર.ફાઉન્ડેશન સંસ્થાના યુવા સ્વયંસેવકો અને કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે મહેનત કરી છે. આરોગ્ય કેન્દ્રના ડો. જિતેન રાણાએ જણાવ્યું કે,ગામની કુલ વસ્તી 984 લોકોની છે.જેમાંથી 18 થી 44 વયજૂથમાં 561 લોકો આવે છે. તેની સામે 506 લોકોએ રસી લઈ લીધી છે.

બાકી રહેતા 55 લોકો માંથી 27 લોકોને કોરોના થયો હતો એટલે તેઓ ત્રણ મહિના પછી રસી લેવાને પાત્ર થશે.અને અન્ય 26 લોકો મોટેભાગે વડોદરા રહે છે અને તે પૈકીના લોકોએ શહેરી વિસ્તારમાં રસી લઈ લીધી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે આ આરોગ્ય કેન્દ્ર હેઠળના ચિખોદરા, ભાલિયાપુરા, હેતમ્પુરા અને તતારપુરા ગામો પણ 100 ટકા રસીકરણની સમીપ પહોંચી ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...