તાપમાન:માવઠાની અસર ન વર્તાતાં પારો 35 ડિગ્રીને પાર થયો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ રહેશે
  • પવનની ગતિ ઘટીને 5 કિમીની નોંધાઇ હતી

વાવાઝોડાના બીજા દિવસે માવઠાની અસર વર્તાઇ નહતી. જેને પગલે મહતમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે પવનની ગતિ 5 કિમીની ઝડપે નોંધાઇ હતી.હોળીના દિવસે સાંજે 46 કિમીની ઝડપે પવનો ફૂંકવાની સાથે હોર્ડિંગ્સ નમી પડવાના અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. વિઝિબિલિટી પણ ઓછી થઇ ગઇ હતી. ધૂળની ડમરીઓના પગલે વાહન ચાલકો પણ પરેશાન થઇ ગયા હતા. મંગળવારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી, જોકે કોઇ અસર વર્તાઇ નહતી. મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 35.4 ડિગ્રી નોંધાયો હતો.

જ્યારે લઘુતમ તાપમાનનો પારો 20.8 ડિગ્રી નોંધાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે 55 ટકા અને સાંજે 31 ટકા નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને 5 કિમીની નોંધાઇ હતી. મંગળવારે સોમવારની તુલનામાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી ઘટ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાનમાં પણ 1.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. બુધવારે મહતમ તાપમાનનો પારો 35 થી 37 ડિગ્રીની વચ્ચે નોંધાય તેવી શક્યતાઓ હતી.

અન્ય સમાચારો પણ છે...