હરીશ અમીન હત્યા કેસ:ભાડૂતી ત્રિપુટીએ હત્યાની પહેલી કબૂલાત કરી પણ લક્ષ્મીએ છેલ્લે સુધી મોં ન ખોલ્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક હરીશ અમીન - Divya Bhaskar
મૃતક હરીશ અમીન
  • 6 આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ
  • માલિવાડ બંધુએ 91 લાખ પરત ન આપવા વૃદ્ધ બિલ્ડરની હત્યા કરી હતી

હરીશ અમીન હત્યા કેસમાં તાલુકા પોલીસે શનિવારના રોજ તમામ 6 આરોપીની ધરપકડ બતાવી છે. રવિવારે આરોપીઓને કોર્ટમાં હાજર કરી રીમાન્ડ લેવાશે. આ પહેલા પોલીસે લક્ષ્મી માલીવાડ સહિત છ આરોપીઓની અલગ અલગ રૂમમાં બેસાડીને ઈન્ટ્રોગેશન કર્યું હતું.જેમાં ત્રણેય ભાડૂતી હત્યારાઓએ પહેલા હત્યાની કબુલાત કરી દિધી હતી.

કડક પૂછપરછ બાદ માલીવાડ ભાઈઓ પણ ગુનો સ્વીકાર્યો હતો.જોકે છેક છેલ્લે સુધી મહિલા આરોપી લક્ષ્મીએ ગુનાની કબુલાત ન કરતા આખરે તેને તેના પતિ પ્રવિણ અને ભરત માલિવાડ સામે બેસાડીને ક્રોસ ઈન્ટ્રોગેશન કરતા તે ભાંગી પડી ગુનો કબુલ્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.પોલીસ દ્વારા આરોપીઓના નિવેદન લેવા તેમજ તેમની ધરપકડ કરવાની શનિવારે કાર્યવાહી કરી હતી. પોલીસ આરોપીઓને રવિવારે કોર્ટમાં રજુ કરી વધુ તપાસ માટે રિમાન્ડ માંગશે,ત્યાર બાદ હત્યારાઓને સાથે રાખીને રીકંન્સ્ટ્રકશન કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

પાંચ ચોપડી ભલેલા આરોપીઓએ ફિલ્મી સ્ટાઈલમાં હરીશ અમીનની હત્યાનું કાવતરૂ ઘડતા પોલીસને પણ હત્યાનો ભેદ ઉકેલતા દોઢ મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હતો.જોકે આખરે પોલીસે પ્રવિણભાઈ જેનુભાઈ માલીવાડ,લક્ષ્મીબેન પ્રવિણભાઈ માલીવાડ (બંને રહે-સી-502,જ્ઞાનકુંજ ફ્લેટ,સેવાસી કેનાલ રોડ,વડોદરા), ભરત જેનુભાઈ માલીવાડ (રહે-બી-12,ગુણવંતીપાર્ક,ટી.બી.હોસ્પિટલ પાછળ,ગોત્રીરોડ), સોમાભાઈ પર્વતભાઈ બારીયા,સુનીલભાઈ રમેશભાઈ બારીયા (બંને રહે-ભુખી નીશાળ ફળિયા,કડાણા) અને સુખરામ ઉર્ફે સુખો શંભુભાઈ ડામોર (રહે - જવેસી કુંડલા,તલાવડી ફળિયુ,ફતેપુરા,દાહોદ)ની ધરપકડ કરી હતી.

આગ ચાંપ્યા બાદ બેભાન હરીશ અમીન ભાનમાં આવતાં હલતા દેખાયા હતા
આરોપીઓએ હરીશ અમીનને બેભાન કરીને ઈકો કારમાં બેસાડી તેમને સળગાવી દિધા હતાં.જોકે શરીર સળગતા જ હરીશ અમીન થોડા ભાનમાં આવતા જ તેઓ આગથી બચતા બનાવ સમયે લોકોને દેખાયા હતાં.જેમાં ગાડીનો હોર્ન પણ વાગતો હોવાનું નજરે જોનારને જોવા મળ્યું હતું. બેભાન હાલતમાં હરીશ અમીન આગને પગલે ભાનમાં આવ્યા હોવાથી તેઓ પ્રતિકાર કરતા જોવા મળતા હોવાનું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...