તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:માસિકચક્રને ધર્મ-માન્યતા સાથે ના જોડતા વૈજ્ઞાનિક ઢબે જોવું જોઇએ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા આયોગની ભલામણથી શિક્ષણ બોર્ડનો તમામ DEOને પરિપત્ર
  • સ્કૂલો-હોસ્ટેલમાં સેનેટરી નેપકીનના નાશ કરવાના મશીન રાખવા તાકીદ

ધાર્મિક સંસ્થાઓ, છાત્રાલયો તથા મહિલા, કિશોરી, યુવતીઓના આશ્રય સ્થાનોમાં માસિકચક્રને ધર્મ કે માન્યતા સાથે ના જોડતા વૈજ્ઞાનિક ઢબે જોવું જોઇએ તેવી ભલામણ સાથે યુવતીઓના માસિક ધર્મ વખતે ભેદભાવ રોકવા શિક્ષણ બોર્ડે આદેશ આપ્યો છે.

ભૂજની સહજાનંદ કોલેજની ઘટના બાદ રાજયની તમામ સ્કૂલોને યુવતીઓના માસિક ધર્મ વખતે ભેદભાવ રોકવા આદેશ કરતો પરિપત્ર શિક્ષણ બોર્ડ દ્વારા કરાયો છે. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શિક્ષણને ભાગરૂપે માસિકચક્રના કુદરતી અને શારીરિક વિજ્ઞાન મુદે સાચુ શિક્ષણ આપવા માટેની સૂચના આપી છે. ધાર્મિક સંસ્થાઓ,છાત્રાલયો તથા મહિલા-કોશોરી-યુવતીઓના આશ્રય સ્થાનોમાં માસિકચક્રને ધર્મ કે માન્યતા સાથે ના જોડતા વૈજ્ઞાનિક ઢબે જોવું જોઇએ તેવી ભલામણ પણ કરાઈ છે. પ્રાથમિક સ્કૂલોથી જ બાળાઓને માસિક ચક્રની માહિતી આપવા માટે પણ જણાવાયું છે.

ઉપરાંત સ્કૂલો-હોસ્ટેલમાં સેનેટરી નેપકીનના નાશ કરવાના મશીન રાખવા માટે પણ તાકીદ કરાઇ છે. ગુજરાત રાજય મહિલા આયોગ દ્વારા શિક્ષણ બોર્ડને માસિક ધર્મને લઇને પત્ર લખાયો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને સૂચનાઓ આપી છે.

અન્ય સમાચારો પણ છે...