તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2019નો કેસ:લાંચિયા ઇજનેરને નોકરી પર લેવા કે નહીં, નિર્ણય સભા કરશે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુકુંદ પટેલ દોઢ લાખની લાંચ લેતાં ઝડપાયા હતા
  • સસ્પેન્શન લંબાવવું કે ફરજ પર હાજર કરવા તેની દરખાસ્ત રજૂ

દોઢ લાખના લાંચ કેસમાં સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર મુકુંદ પટેલનું સસ્પેન્શન લંબાવવું કે,પછી નોકરી પર પરત લેવા તે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મુકાતા હવે તેનો નિર્ણય સભામાં લેવામાં આવશે. વર્ષ 2019માં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર મુકુંદ પટેલની રૂા.1,50,000ની લાંચ કેસમાં એસીબીએ ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.

લાંચ કેસમાં ચાર્જશીટ હાલ દાખલ થઇ ગઇ છે ત્યારે મુકુંદ પટેલે તેમને નોકરી પર પરત લેવા માટેની અરજી કરી હતી. મુકુંદ પટેલ વર્ગ-1 અધિકારી હોવાના કારણે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ તેમનું સસ્પેન્શન લંબાવવુ કે, પછી નોકરી પર પરત લેવા તેનો નિર્ણય સભામાં લેવાતો હોય છે. આમ, સભા દ્વારા નિર્ણય લેવાનો હોવાના કારણે આ અંગેની દરખાસ્ત સ્થાઇમાં રજૂ થતાં હવે સભામાં અંતિમ નિર્ણય લેવાશે.

શું હતો મામલો : ટાંકીની સફાઇનાં બિલો મંજૂર કરવા લાંચ માગી હતી
વર્ષ 2019માં છ લાખથી વધુ લોકોને ગંદુ પાણી મળતાં પાણી પુરવઠા વિભાગના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જે તે સમયે મુકુંદ પટેલેને પાણી પુરવઠા વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી અને થોડા સમય બાદ ટાંકી સફાઇના બીલ મંજૂર કરવાના બદલામાં દોઢ લાખની લાંચ માગ્યા બાદ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...