તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:જિ.પં.ની સભા 7 મિનિટમાં જ પૂરી કોંગ્રેસના પ્રશ્નો રદ કરાતાં હોબાળો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદમાં 2 કલાક વીજળી ડૂલ થતાં સભા મોડી ચાલુ થઇ

વડોદરા જિલ્લા પંચાયતમાં ગુરૂવારે મળેલી સભા માત્ર 7 મિનિટમાં પૂરી કરી દેવાઇ હતી. કોંગ્રેસની પ્રશ્નોતરી રદ કરી દેવાતા વિરોધ કરાયો હતો. સભા પહેલા જ વરસાદના કારણે વિજળી ડુલ થઈ જતા સભ્યો પરસેવે રેબઝેબ થયા હતાં. રૂા.25 લાખનું જનરેટર ચાલુ થયું ન હતું. આખરે સવા બે વાગે લાઇટ આવતા સભા ચાલુ થઈ હતી.

કોંગ્રેસના અને પૂર્વ ઉપ પ્રમુખ એમ.આઈ.પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય સભાના 7 દિવસ પહેલા નિયમ મુજબ પ્રશ્નોત્તરી આપવાની હોય છે. અમે 7 દિવસ પહેલા કોવિડની સહાય સહિતના પ્રશ્નો આપ્યાં હતાં. પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ અને અધિકારીઓને જવાબ ન આપવો પડે તે માટે 7 દિવસ પુરા થતા નથી તેવું ખોટુ અર્થઘટન કરીને પ્રશ્નોત્તરી રદ કરી હતી. જેથી દુર-દુર ગામડાંમાંથી આવતા સભ્યોને ન્યાય મળતો નથી. ગ્રામપંચાયતની નાણાપંચની ગ્રાંટ છે તેની ગાઈડલાઈન છેલ્લા ઘણા સમયથી આવી નથી.

ગામડાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય
એમ.આઈ.પટેલે જણાવ્યું કે, કોવિડ-19ના કારણે સ્કુલો બંધ છે.ત્યારે ગામડાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ,લેપટોપ કે કોમ્પ્યુટર હોતા નથી. આ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લઈ શકતા નથી.ત્યારે શિક્ષકોનું ગ્રુપ બનાવીને આ પ્રકારના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે.

નિયમો અનુસાર પ્રશ્નોત્તરી નથી કરાઈ: પ્રમુખ
પંચાયત ધારાના નિયમો અનુસાર, પ્રશ્નોની આપેલી નકલ અને સામાન્ય સભાની તારીખ વચ્ચે 7 દિવસ થવા જોઈએ.જે સમય મર્યાદા ઓછી હોવાથી કોંગ્રેસના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી નથી. > અશોક પટેલ, પ્રમુખ, જિલ્લા પંચાયત

અન્ય સમાચારો પણ છે...