આજે સભા:બરોડા ડેરીની સભા ભાવફેર મુદ્દે તોફાની બનવાની વકી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષના 27 કરોડ એડવાન્સ ગણવાની ચર્ચા અંગે સ્પષ્ટતા મગાશે

બરોડા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા 26મીએ સવારે 10:30 કલાકે ડભોઈ-કેલનપુર રોડ પર દાદા ભગવાન મંદિરે યોજાશે. જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા અપાયેલા ટ્યૂશન બાદ પશુપાલકો ચાલુ વર્ષે પણ ભાવફેરની રકમ વધુ મળે તે માટે રજૂઆત કરતાં સભા તોફાની બને તેવી પ્રબળ સંભાવના છે. ઉપરાંત ગત વર્ષની 27 કરોડની ભાવફેરની રકમને ચાલુ વર્ષે એડવાન્સમાં ગણી લેવાની ચાલતી ચર્ચાની સ્પષ્ટતા ડેરીના સંચાલકો દ્વારા કરાય છે કે કેમ તે અંગે પણ સભામાં જોવાનું રહેશે.

એજન્ડામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાયા બાદ 15 સપ્ટેમ્બર,2021ના રોજ મળેલી 64મી સભાનું પ્રોસિડિંગ બહાલ કરાશે. 2021-22 દરમિયાન અંદાઝપત્રમાં દર્શાવેલી જોગવાઈ થયેલી ખરેખર ખર્ચની નોંધ અંગે ચર્ચા થશે. વર્ષ 2021-22ના કામકાજનો અહેવાલ અને 31 માર્ચે પૂરા થતા વર્ષના સરવૈયા મુજબ નફાની વહેચણી મંજૂર કરાશે. જ્યારે વર્ષ 2022-23નું સંઘનું બજેટ પણ મંજૂર કરાશે. ઉપરાંત જિલ્લાના કેટલાક પશુપાલકોના આક્ષેપો છે, જેમાં બરોડા ડેરી દ્વારા મંડળીઓને ચૂકવાતો રૂા.710 લેખેનો ભાવ 10 દિવસના બિલમાં લખાઈને આવે છે, પણ મિલ્કફેર રકમ લખી બિલમાંથી માઈનસ કરી લે છે. જેમાંથી સભાસદને રૂા.685 ચૂકવાય છે.

અન્ય સમાચારો પણ છે...