તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:એમડી ડ્રગ્સના સપ્લાયર તેમજ રિસીવર જાતે ડીલ કરવાના હતા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાદરા પાસેથી પકડાયેલા 1 કરોડના ડ્રગ્સ અંગે તપાસ
  • ડ્રગ્સની હેરાફેરી માટે વડોદરા એપી સેન્ટર બની રહ્યું છે

ગુજરાતના ડ્રગ માફિયાઓ રૂા.1 કરોડના એમડી ડ્રગ્સનો મામલો હોવાથી સપ્લાયર અને રિસીવરો જાતે ડીલ કરવા મળ્યા હતા. ડ્રગ્સ માફિયાઓની ટોળકી વડોદરાથી પાદરાના રૂટ દ્વારા ક્યાં જવાના હતા તે અંગે એનસીબી તપાસ કરી રહી છે. એમડી ડ્રગ્સ રેવ પાર્ટીમાં ઉપયોગ થતું ડ્રગ્સ હોવાથી આ ડ્રગ્સ પાર્ટી માટે લવાયું છે કે કેમ તે અંગે એનસીબી તપાસ કરી રહી છે. એનસીબી દ્વારા સપ્લાયર અને રીસીવરના નામ ગુપ્ત રાખ્યાં હતાં. ઉલ્લેખનિય છે કે,એનસીબીએ પાદરામાંથી 1 કરોડનું 994 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 મહિલા સહિત 7ને ઝડપી લીધા હતા.

શહેરોમાં એમડી ડ્રગ્સનું દૂષણ વધી ગયું છે. જ્યારે ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સની હેરાફેરી કરવા માટે વડોદરાને સેન્ટર પોઈન્ટ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. ભૂતકાળમાં પણ વડોદરા રેલવે સ્ટેશન પરથી ડ્રગ્સ માફિયાઓ એમડી ડ્રગ્સ ની હેરાફેરી કરતા ઝડપાયા છે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં નશીલા દ્રવ્યોના કારોબારને રોકવા પોલીસે એસઓજીના એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત કર્યું છે. 2 વર્ષમાં આ યુનિટ દ્વારા 20 થી વધુ ગુના દાખલ કરાયા છે. ગુરુવારે એનસીબીએ બાતમીના આધારે પાદરા જકાતનાકા પાસે વોચ ગોઠવીને મહારાષ્ટ્રની 2 કાર સહિત 3 વાહનમાં સવાર 2 મહિલા અને 5 પુરુષોને રોકી તેમની પાસેથી રૂા.1 કરોડનું 994 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...