યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું હોય તેવી સ્થિતી:એમકોમ પ્રીવિયસની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાઇ પણ 180 દિવસ પછી પણ પરિણામ જાહેર ન થયું

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે વિદ્યાર્થીઓનું પ્રીવિયસનું પરિણામ નથી આવ્યું તે વિદ્યાર્થીઓની એમકોમ ફાઇનલની પરીક્ષાઓ પૂરી થઇ ગઇ
  • યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષાના પોર્ટલમાં કોમ્પ્યુટર પ્રોગામની ખામીના પગલે પરિણામ તૈયાર થઇ રહ્યું નથી

એમકોમ ફાઇનલની મીડ સેમ પતી ગઇ પણ પ્રીવયસનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી. ઓકટોમ્બરમાં ઉત્તરવહી ચકાસણી કરી દેવાઇ હતી. 180 દિવસ પછી પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. એકઝામ પોર્ટલમાં કોમ્પ્યુટર પ્રોગામની ખામીના પગલે પરિણામ તૈયાર થઇ રહ્યું નથી.

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એમકોમ પ્રીવયસની પરીક્ષાઓ 2022 માં લેવામાં આવી હતી. જોકે 180 દિવસ થયા પછી પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અટવાય ગયા છે. પરીક્ષાઓ સપ્ટેમ્બર 2022માં લેવામાં આવી હતી જેની ઉત્તરવહી ચકાસણીની કામગીરી ઓકટોમ્બર મહિનામાં પૂરી કરી દેવામાં આવી હતી. જોકે તેમ છતાં પણ પરીક્ષાનું પરિણામ 180 દિવસ પછી પણ જાહેર કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ દ્વારા પરિણામો જાહેર કરવા માટેની માંગણી પણ કરવામાં આવી હતી તેમ છતાં ટેકનીકલ કારણોસર પરીણામ જાહેર કરવામાં આવ્યું નથી.

પરિણામ તૈયાર કરવા માટે યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગ દ્વારા બનાવામાં આવેલા એકઝામ પોર્ટલની ખામીના કારણે પરિણામ જાહેર કરી શકાતું નથી. કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી પણ એકઝામ પોર્ટલ યોગ્ય રીતે ચાલતું ના હોવાના કારણે સમગ્ર યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું હોય તેવી સ્થિતી ઉભી થઇ છે.

એમકોમ પ્રીવયસનું પરિણામ હજુ સુધી જાહેર કરાયું નથી જોકે તે જ વિદ્યાર્થીઓની એમકોમ ફાઇનલની મીડ સેમીસ્ટર પરીક્ષાઓ પૂરી થઇ ગઇ છે. વિદ્યાર્થીઓની આગામી સમયમાં એમકોમ ફાઇનલની એન્ડ સેમીસ્ટર પરીક્ષાઓ આપશે.

કમ્પ્યૂટર વિભાગ દ્વારા ટ્રાયલ રન વગર જ પોર્ટલ શરૂ કરી દેવામાં આવ્યું હતું
છેલ્લા બે વર્ષથી પરીક્ષાની તારીખો થી લઇને પરિણામ જાહેર કરવામાં અખાડા થઇ રહ્યા છે. ત્યારે કોમ્પ્યુટર વિભાગ દ્વારા બનાવવામાં આવેલા પોર્ટલને ટ્રાયલ રન વગર જ અમલમાં મૂકી દેવામાં આવ્યું છે. જેના કારણે સંખ્યાબંધ છબરડાઓ સર્જાય રહ્યા છે.વારંવાર પરિક્ષાના પરિણામોમાં વિલંબ થિ રહ્યો છે. સંખ્યાબંધ પરિણામો 100 દિવસ થયા હોવા છતાં જાહેર કરવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...