તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઇનોવેશન:મેથેમેટિકલ મોડલથી 2026માં કેટલો વરસાદ પડશે તે જાણી શકાશે

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MSUદ્વારા વર્ચ્યુઅલ ગ્રૂપ મીટિંગનું આયોજન કરાયું

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઓફીસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ, ડીપાર્ટમેન્ટ ઓફ એપલાઇડ મેથેમેટિક્સ, મેથેમેટીક્સ અને સ્ટેટેસ્ટીક્સ દ્વારા પહેલી વર્ચ્યુઅલ સાઉથઇસ્ટ એશિયન સ્ટડી ગ્રૂપ મીટિંગ ઓન ઇન્ડસ્ટ્રિયલ પ્રોલેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 20 દેશના 220 પ્રોફેસ્નલ્સે ભાગ લિધો હતો. આ વર્ચ્યુઅલ ગ્રૂપ મીટિંગમાં સિક્યોરીટી મોડલ, યાર્ન ઇમેજ એનાલીસીસ, ક્લાઇમેટ ચેન્જ, મેડીકલ ડિવાઇસ, ફાઇનાન્સિયલ માર્કેટ જેવી સમસ્યાઓ પર ચર્ચા કરાઇ હતી. ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર ડો. ધનેશ પટેલે આ ગ્રુપ મિટમાં થયેલી ચર્ચા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગ્રુપ મીટમાં દરેક સમસ્યાના નિવારણ માટે મેથેમેટીકલ મોડેલ બનાવવામાં આવ્યું હતું. ચેમ્બરની અંદર ટેમ્પરેચરને નિયંત્રણમાં રાખવા માટે મેથેમેટીકલ મોડલ ઉપયોગમાં લઇ શકાય છે. ગ્લોબલ વોર્મિંગના લીધે ક્લાઇમેટ ચેન્જ એક મહત્વનો મુદ્દો બની ગયો છે. તેથી વરસાદના જુના આકડાઓને મેથેમેટીકલ મોડલમાં ઉપયોગમાં લેવાથી 2026માં કેટલો વરસાદ પડશે તેની પ્રેડીક્ટ કરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો