અનલોક:મંગલ મંદિર ખૂલ્યાં, નિયમિત જતા ભક્તો જ દર્શને આવ્યા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવાગઢ, કરનાળી, રણુ સહિતનાં મંદિરોમાં સંયમિત ભીડ

શહેર અને જિલ્લામાં સમાવિષ્ટ પાવાગઢ, કુબેરભંડારી, બહુચરાજી અને રણુ-તુળજાભવાની મંદિર સહિત 1 હજાર નાનાં-મોટાં મંદિરોનાં દ્વાર ભક્તો માટે ખૂલી ગયાં છે. શુક્રવારની વહેલી સવારે ભક્તોની હાજરીમાં પૂજારીઓ દ્વારા આરતી અને પૂજા-પાઠ કરવામાં આવ્યાં હતાં. જોકે પહેલા દિવસે નિયમિત મંદિરે જતા ભક્તોની જ હાજરી નોંધાઈ હતી. પાવાગઢમાં પણ આસપાસનાં ગામોમાંથી 1 હજાર જેટલા ભક્તોએ મહાકાળી માતાનાં દર્શન કર્યાં હતાં.

શહેરમાં બહુચરાજી મંદિર, વૈષ્ણવ હવેલીઓ, અંબામાતાનું મંદિર, કાશી વિશ્વનાથ મંદિર સહિત અનેક પ્રસિદ્ધ મંદિરોનાં દ્વાર શુક્રવારે વહેલી સવારથી જ ખૂલી ગયાં હતાં. આ તમામ મંદિરોમાં રોજ નિયમિત આવતા ભક્તોએ હાજરી પુરાવી હતી. મંદિરોમાં ભક્તોએ માસ્ક પહેર્યું હોય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પૂજારી દ્વારા ખાસ ધ્યાન અપાતું હતું. જોકે મંદિરમાં કોઈ પ્રસાદ કે ફૂલ-હાર ચઢાવવા પર પાબંધી હતી. માંડવી અંબામાતાના ખાંચામાં આવેલા પ્રસિદ્ધ અંબામાતાના દર્શન કરવા વેપારીઓની ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...