તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કોરોનાનું સંક્રમણ ફેલાવાના ડરે શુક્રવારી બજાર ભરાવા ન દેવાયું

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ, પાલિકા અને સંયુક્ત એન્ફોર્સમેન્ટ ટીમ કામે લાગી
 • મંગળ બજારમાં છુટાછવાયા પથારાવાળાએ અડિંગો જમાવ્યો

કોરોનાનો બીજો વેવ જોખમી બની રહ્યો છે ત્યારે સંક્રમણનો વધુ ફેલાવો ન થાય તે માટે પાલિકાએ શુક્રવારી બજાર ભરાવા દીધું ન હતું. બીજી તરફ મંગળ બજારમાં બપોર પછી છૂટાછવાયા પથારાવાળાએ અડિંગો જમાવી દેતાં ભીડ ઊમટી હતી.

મંગળ બજારમાં ખરીદી માટે રોજેરોજ લોકોની ખૂબ જ ભીડ ઊમટે છે. હાલ કોરોના સંક્રમણ વધી ગયું છે ત્યારે આ ભીડને કારણે સંક્રમણ વકરે નહીં તેને ધ્યાનમાં રાખીને સવારે વોર્ડ 1ની ટીમે અવેરનેસ માટે સૂચના પણ આપી હતી કે, સોશિયલ અંતર જાળવો, ભીડ ન કરો, માસ્ક પહેરો. જોકે છૂટક ધંધાવાળા અને પથારાવાળાઓએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ચૂંટણીઓમાં મોટી રેલીઓ યોજાઇ, વિજય ઉત્સવો થયા તો શું તેનાથી કોરોના ન ફેલાયો? અલબત્ત, સવારે આ બજારમાં પાથરણાવાળા નીકળી ગયા હતા પણ બપોર બાદ ફરી જૈસે થે વાળી સ્થિતિ ઊભી થઇ ગઇ હતી.

તેવી જ રીતે શુક્રવારી બજાર પણ બંધ કરાવાયું હતું. પોલીસ, વોર્ડ 8ના વોર્ડ ઓફિસર અને સંયુક્ત એન્ફોર્સમેન્ટ ટીમ શુક્રવારી બજાર બંધ કરવા જોડાઈ હતી. શુક્રવારી બજારમાં ધંધો કરતા નાના-મોટા ધંધાર્થી સામાન વેચવા આવી પહોંચ્યા હતા. જોકે વેપારીઓને સમજાવીને રવાના કરાયા હતા.

પાલિકામાં પદાધિકારીઓને મળવા પર કોઈ રોક નહીં, અધિકારીઓને મળવા મંજૂરી લેવી પડે છે
કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે પાલિકા અને વડી કચેરીમાં જતા લોકો માટે કોઈ રોકટોક નથી, પરંતુ વહીવટવાળા ભાગમાં કોરોનાની સ્થિતિને ગંભીરતાથી લેવાઈ રહી છે. મેયર પણ કોરોના સંક્રમિત થયા છે.7થી વધુ કોર્પોરેટર કોરોનાગ્રસ્ત છે. આ સ્થિતિમાં પાલિકાની સભા કચેરી તરફ આવેદનપત્ર આપવા આવતા ટોળાને અટકાવાય છે, પણ એકલ દોકલને કોઈ ચકાસણી કર્યા વગર જવા દેવાય છે. એટલું જ નહીં, ચૂંટાયેલી પાંખ તરફ આવતા મુલાકાતીઓનું ટેમ્પરેચર ચેક કરવાની તસ્દી લેવાતી નથી. બીજી તરફ મ્યુ.કમિશનરની કચેરી તરફ મુલાકાતીને મંજૂરી બાદ જ જવા દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો