8મી જાન્યુઆરીના રોજ યોજાનાર વડોદરા મેરેથોનમાં”પ્રોસ્થેટિક લેગ” એટલે કે કૃત્રિમ પગ ધરાવતા 16 જાંબાઝ દોડવીરો લાખ્ખો લોકો માટે પ્રેરણારૂપ બનશે.વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે ‘કુણાલ ફડનીસ,મનીષ મારુ, સુનીલ અગ્રવાલ, મિતેષ દાંડે, ઈકબાલ મન્સૂરી, રાજુ વાઘેલા, વ્રિજેશ ઠક્કર આ બધાંમાં શું સામ્યતા છે? આ બધા દિવ્યાંગ રનર્સ છે, તેઓ “પ્રોસ્થેટિક લેગ” એટલે કે કૃત્રિમ પગ ધરાવે છે. વડોદરા મેરેથોન એ જો વડોદરાની ઓળખ બની હોય તો મેરેથોનનો “દિવ્યાંગ પેરાલિમ્પિક રન” એ વડોદરા મેરેથોનની આગવી ઓળખ બની ચૂકી છે.
તેમાંયે કૃત્રિમ અવયવો ધરાવતા આ તમામ 16 દોડવીરો આપણને સૌને જિંદગીને ઝિંદાદિલીથી જીવવાની પ્રેરણા આપે છે. આ તમામ દિવ્યાંગ રનર્સ અલગ અલગ કારણોસર વડોદરા મેરેથોનમાં જોડાયા છે. આ વર્ષે પણ ૧૦ મી એમ.જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રવિવાર, ૮ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ફ્લેગ ઓફ કરાવી મેરેથોનનો શુભારંભ કરશે. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહી ફ્લેગ ઓફમાં જોડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.