વાલીઓનો હોબાળો:મેનેજમેન્ટે જ સ્કૂલ વાન નક્કી કરતાં વાલી વિફર્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારેલીબાગની DAPS ખાતે વાલીઓનો હોબાળો

કારેલીબાગની ધનંજય અંબાલાલ પટેલ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. મેનજમેન્ટે નક્કી કરેલી સ્કૂલ વાનમાં જ બાળકોને મોકલવાના, યુનિફોર્મ, ચોપડા નક્કી કરેલી દુકાનેથી જ લેવાની સૂચનાથી વાલીઓ ઉશ્કેરાયા હતા.

ડીએપીએસ સ્કૂલમાં પ્લે સેન્ટરથી લઇને સીનીયર સુધીના બાળકોને ઘરેથી લાવવા લઇ જવા સ્કૂલ મેનજમેન્ટે જે વાન નક્કી કરી હોય તેમાં જ મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હોવાના મુદે હોબાળો મચ્યો હતો. વાલીઓએ જણાવ્યું કે સ્કૂલ મેનજમેન્ટ કહ્યું કે, યુનિફોર્મ, ચોપડા નક્કી કરેલી દુકાન પરથી જ ખરીદવાના. હવે તો સ્કૂલ વાન પણ મેનેજમેન્ટ જે નક્કી કરે તેનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. સ્કૂલના શિક્ષકો યોગ્ય જવાબો આપતા ના હોવાના આક્ષેપો પણ વાલીઓએ કર્યા હતા. વાલીઓને જાણ કર્યા વગર સૂચનાઓ આપવામાં આવે છે.

15થી 20 વાલીઓએ મેનજમેન્ટ સાથે વાતચીત કરી હતી. જેમાં યોગ્ય ઉત્તર અપાયો ન હતો. સરકાર દ્વારા ચોકકસ સ્કૂલેથી યુનિફોર્મ કે પુસ્તકો નહિ ખરીદવા માટે સૂચનાઓ આપી હોવા છતાં પણ અમુક સ્કૂલો વાલીઓને દબાણ કરે છે. વાલી મંડળે પણ આ અંગે ડીઇઓ કચેરીમાં ફરીયાદો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...