વડોદરા ઈકો કારમાં ભેદી આગ:પ્રત્યક્ષદર્શીએ કહ્યું - આગ લાગ્યા બાદ કારમાં બેઠેલા વ્યક્તિએ ડીપર મારી હોર્ન વગાડ્યો હતો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અગમ્ય કારણોસર આગ ભડકે બળી હતી - Divya Bhaskar
અગમ્ય કારણોસર આગ ભડકે બળી હતી

આગ લાગવાની ઘટનાને આંખે જોનારા પિયુષ અગ્રવાલે દિવ્ય ભાસ્કર જણાવ્યું હતું કે, ‘બુધવારના રોજ સવારના 3. 25 વાગ્યાના અરસામાં હું અને મારો મિત્ર આણંદથી બાઇક પર વડોદરા પરત આવવા નીકળ્યા હતા. અમે ભીમપુરા-સીંધરોટ રોડ પર પુલ પાસેથી પરથી પસાર થઇ રહ્યાં હતા. તે સમયે સૂમસામ રસ્તા પર દૂરથી કોઇ વાહનમાં આગ લાગી હોવાનું દેખાતું હતું. અમે નજીક પહોંચ્યા તો ખબર પડી કે રોડની ડાબી બાજુમાં એક ઇકો કાર સળગતી હતી. કારનો આગળની ડાબી બાજુનો ભાગ સળગતો હતો. કારમાં લાગેલી આગ જોઇને અમે ત્યાંથી લગભગ 50થી 60 ફૂટ દૂર ઉભા રહ્યા હતા.’

આગળ જણાવતા કહે છે કે, ‘જોત જોતામાં આગ વધીને ડ્રાઇવર સાઈડ સુધી પહોંચી હતી. તે સમયે અંદર કોઈ વ્યક્તિ હોવાનું અમને જણાઇ આવ્યું હતું. તેણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. અંદર બેઠેલા વ્યક્તિએ ખુલ્લા દરવાજામાંથી નિકળવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે નીકળી ન શક્યો. ત્યારબાદ ચાલકે 5થી 6 વખત ડીપર લાઈટ મારી હતી અને બે વખત હોર્ન વગાડ્યા હતા. તેમજ છેલ્લી વખત લાંબો હોર્ન માર્યો હતો. લગભગ તેણે મદદ માટે હોર્ન માર્યો હતો. એકાદ વખત તેણે કાર ચાલુ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.’

પિયુષ અગ્રવાલ
પિયુષ અગ્રવાલ

તે જણાવે છે કે, ‘અને ત્યારબાદ જ એકાએક કારના બોનેટમાં આગ વધુ ભભૂકી હતી. જોકે ત્યારબાદ કારમાં કોઈ હલચલ દેખાઇ ન હતી. થોડા સમય માટે ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરી હતી. અમે એક વખત કાર નજીક ગયા પણ જોરથી ટાયર ફાટવાનો અવાજ થતાં કોઈની આગળ જવાની હિંમત થઈ નહતી. રોડ પર કારમાં આગ લાગવાની ઘટના જોઇ ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ વાહન રોકી દીધા હતા. અમે તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લગભગ 30 મિનિટ જેવો સમય બાદ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી.’

ફાયર બ્રિગેડના જવાનોએ કાર પર પાણી મારો ચલાવી આગ ઓલવી હતી. કાર આખી સળગી ગઈ હોવાથી અંદર બેઠેલ કાર ચાલક પણ સંપૂર્ણ બળી ગયો હતો. ફાયર બ્રિગેડે દરવાજો ખોલવા માટે સળિયાનો ઉપયોગ કર્યો હતો. દરવાજો ખૂલતાં જ સળગી ગયેલી લાશને તેઓએ બહાર કાઢી હતી. મારા અંદાજ મુજબ પહેલા કાર ત્યાં મુકેલી પાઈપ સાથે ભટકાઈ હોવી જોઇએ. (બનાવને નજરે જોનાર પિયુષ અગ્રવાલ સાથે થયેલી વાતચીત અનુસાર)

અન્ય સમાચારો પણ છે...