તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:UPનાે શખ્સ મિસ નોર્થ ઇન્ડિયાના ફેક IDથી યુવતીઓને ફસાવતો હતો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના નગ્ન ફોટો પાડી દુષ્કર્મ કરનારને શોધવા પોલીસ યુપી રવાના
  • યુપીના શખ્સે સોશિયલ મીડિયામાં જુદાં જુદાં 8 એકાઉન્ટ બનાવ્યાં હતાં

ફિલ્મ-સિરીયલમાં કામ અપાવવાની લાલચ આપી દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં બોલાવી તેના પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને શોધવા પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ છે. આરોપી રજનીશ ઉર્ફે રાજ મિશ્રા સોશિયલ મીડિયામાં મિસ નોર્થ ઈન્ડિયાના નામનું ફેક એકાઉન્ટ બનાવીને યુવતીઓને ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો.

રાવપુરા પોલીસની તપાસમાં રજનીશ મિશ્રાએ મિસ નોર્થ ઈન્ડિયા સહિત જુદી જુદી કુલ 8 વ્યક્તિઓનાં નામના સોશિયલ મીડિયા પર 8 ફેક એકાઉન્ટ પણ બનાવ્યાં હતાં. જે અંગે મિસ નોર્થ ઈન્ડિયાએ દિલ્હી સાઇબર ક્રાઈમમાં ફરિયાદ પણ કરી છે.

આ સમગ્ર ગુનાની તપાસ કરનાર એસીપી મેઘા તેવારના જણાવ્યા અનુસાર પોલીસની એક ટુકડી આરોપીને પકડવા માટે ઉત્તરપ્રદેશના ખેરવાડ ખાતે રવાના કરાઈ છે. રાવપુરા પોલીસ અનુસાર યુવતીની ફરિયાદ અને તેની પૂછપરછ કર્યા બાદ તેને દિલ્હી તેના ઘરે મોકલી દેવામાં આવી છે. બીજી તરફ ભોગ બનનારી યુવતીના જણાવ્યા અનુસાર રજનીશ ઉર્ફે રાજ મિશ્રાએ આકાંક્ષા વર્મા અને અંશિકા ત્રિપાઠી નામથી પણ એકાઉન્ટ બનાવીને સંપર્ક સાધ્યો હતો.

​​​​​​​ઉલ્લેખનિય છે કે, સોશિયલ મીડિયામાં રજનીશ મિશ્રાએ યુવતીનો સંપર્ક સાધી પોતે કર્મા ફિલ્મ પ્રોડક્શનનો ડાયરેક્ટર હોવાનું જણાવીને તેને વડોદરાની ન્યૂ રાજધાની હોટલમાં બોલાવી હતી. જ્યાં પોર્ટફોલિયોના નામે યુવતીના નગ્ન ફોટા પાડ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નગ્ન ફોટા અને સેક્સ ક્લિપ બતાવીને આરોપીએ યુવતી પાસેથી રૂા.50 હજારની ખંડણી માગી હતી અને રૂા.35 હજાર પડાવી લીધા હતા.

આરોપીના ઉત્તર પ્રદેશ અને બિહારના એડ્રેસ પર પણ પોલીસ તપાસ કરશે
આરોપીના ઉત્તરપ્રદેશ અને બિહાર ના પણ સરનામાં મળ્યા છે.પોલિસ હવે બંને રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે.તેની સામે દિલ્હી પોલીસમાં પણ ફરિયાદ હોવાથી દિલ્હીની પોલીસની સાથે રહી વડોદરા પોલીસ આરોપીની તપાસ કરશે. હાલ આરોપીના મોબોઇલ લોકેશનથી પણ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...