તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:ઓનલાઇન બિઝનેસની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બિભત્સ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નાણાં અને દાગીના પણ પડાવી લીધા : વીરમગામના યુવકની ધરપકડ

બે બાળકોની માતાને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનાવ્યા બાદ લાઈવ બીગો સ્ટ્રીમ ચાઈનીઝ એપ મારફતે મહિને રૂ.50 હજાર કમાવવાની લાલચ આપી, મહિલા સાથે દુષ્કર્મ આચરનાર વિરમગામના યુવકની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે. બે બાળકોની માતાને વર્ષ 2016માં સોશિયલ મીડિયા મારફતે માંજલપુરની મહિલા સાથે દોસ્તી થઇ હતી.દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે, તે જેની સાથે વાત કરે છે તે તો યુવક છે.

થોડા સમય માટે મહિલાએ આ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જોકે થોડા સમય બાદ યુવકે મહિલાનો વિશ્વાસ કેળવી તેની સાથે વાત-ચીત કરવાનું ચાલુ કરી દીધું હતું. વાતચીત દરમિયાન મહિલાનો વિશ્વાસ યુવકે કેળવી લીધો હતો. અને તેનો લાભ લઈને યુવકે મહિલાને ‘લાઈવ બીગો સ્ટ્રીમ’ નામની એપ્લિકેશન દ્વારા મોબાઈલ ઉપર ઓનલાઈન બિઝનેશ કરી મહિને રૂ.50 હજારની કમાણીની લાલચ આપી હતી.

બીજી તરફ યુવકે મહિલાનો પતિ ન હોય ત્યારે તેની સાથે પાંચ-છ વખત શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ દરમિયાન યુવકે મહિલાના બિભત્સ ફોટા અને વિડિયો ક્લીપ પણ બનાવી હતી. તેમજ બિભત્સ હાલતમાં વિડિયો કોલ કરાવડાવ્યાં હતાં. આ તમામ ફોટા અને વિડિયો યુવકે પોતાની પાસે રાખ્યાં હતાં. દરમિયાન યુવકે મહિલાને તેના નગ્ન ફોટા અને વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી મહિલા પાસેથી રોકડા રૂ.4.22 લાખ અને રૂ.2.10 લાખના દાગીના પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ આખરે યુવક હાર્દિક જયેન્દ્ર શેઠ (રહે-માડલીયા ફળિયુ,વિરમગામ)વિરૂધ્ધ માંજલપુર પોલીસ માં ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે હાર્દિક શેઠની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો