તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સોનું ડબલ કરવાની લાલચે ઠગાઇ કરનાર વધુ 1 ઝબ્બે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કામરેજના દંપતિ સાથેની ઠગાઇમાં ભુમિકા ભજવી હતી

જિલ્લામાં પોર પંથકમાં 6 માસ પહેલાં સિનિયર સિટીઝનને તમે સ્ટ્રીટ લાઇટના થાંભલા ગણીને આવો ત્યાં સુધી તમારું સોનું ડબલ થઇ જશે, તેમ જણાવી દાગીના અને રોકડ મળી રૂા.41,800ની ઠગાઇ કરાઈ હતી. આ કેસમાં 6 માસથી ફરાર રહેલા સુરતના કોસંબાના વધુ એક શખ્સને જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. 6 માસ પહેલાં પોર ગામમાં પસાર થઇ રહેલા સિનિયર સિટીઝનને મળેલા કેટલાક લોકોએ લાલચ આપી સિનિયર સિટીઝન પાસેના સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂા.41,800ની ઠગાઇ કરી ગઠિયા ભાગી ગયા હતા.

આ બનાવમાં સોમવારે સુરતના કામરેજમાં રહેતા ઇકબાલ કમરુદ્દીન શેખ અને સલમા ઇકબાલ શેખની સંડોવણી જણાતાં જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે પોર ચોકડી પાસેથી બંનેને ઝડપી પાડ્યાં હતાં. બંનેની પુછપરછના આધારે જિલ્લા એસઓજી પોલીસે પોર ચોકડી પાસેથી બનાવમાં સંડોવાયેલા હૈદર અસલમ શેખ ને પણ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...