એલઆરડી જવાનનો આબાદ બચાવ:સિગ્નલ ભંગ કરનાર કાર ચાલકને રોકવા ગયેલા LRD જવાનને 70 મીટર ઢસડ્યો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા બ્રિજના રસ્તા પરનો બનાવ
  • રાવપુરાના કારચાલકની ધરપકડ

ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતા દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા બ્રિજ તરફ પુર ઝડપે કાર હંકારીને એલઆરડી જવાન પર કાર ચઢાવી તેને 70 મીટર સુધી ઢસડ્યો હતો. આ બનાવ બાદ રાવપુુરાની મામાની પોળમાં રહેતા કાર ચાલકની ધરપકડ કરી લેવાઈ હતી. આ ઘટનામાં એલઆરડી જવાનને મોટી ઈજા પહોંચી ન હતી.

ટ્રાફિક શાખામાં એલ.આર.ડી તરીકે ફરજ બજાવતા મયુરધ્વજસિંહ જયદેવસિંહ ગોહિલ (ઉ.વ.24)ની ફરિયાદ અનુસાર, તે 5 ઓક્ટોબરના રોજ મહારાણી શાન્તાદેવી નર્સીંગ હોમ ચાર રસ્તા પર ફરજ બજાવતા હતાં. આ દરમિયાન રાતે 8:30 વાગે મારૂતી કારનો ચાલક ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતા દાંડિયા બજાર ચાર રસ્તા તરફથી એકદમ પુરઝડપે કાર ચલાવીને અકોટા બ્રિજ તરફ જઈ રહ્યો હતો.

સિગ્લન બંધ હોવાથી એલઆરડીએ કાર ચાલકને કાર રોકવા માટે ઈશારો કર્યો હતો.પરંતું કાર ચાલકે કારને અટકાવી ન હતી અને સીધી પોલીસકર્મી પર ચઢાવી દીધી હતી.જેમાં પોલીસકર્મીને કાર ચાલકે 70 મીટર ઢસેડ્યો હતો. ઘટના બાદ કાર ચાલક આરોપી નરેન્દ્રસિંહ દૌલતસિંહ વાસદિયા (રહે-તિરૂપતિ ફ્લેટ,મામાની પોળ) ની આઈપીસી કલમ 186,332 અને 279 હેઠળ ધરપકડ કરી હતી. કાર ચાલક પીધેલી અવસ્થામાં હોવાનું પણ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણના વધતા કિસ્સા
હેરમાં ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ અને વાહન ચાલકો વચ્ચે દિવસેને દિવસે ગરણ માં વધારો થઈ રહ્યો છે પૂરું આ કાળ દરમ્યાન માસ્ક પહેરવા બાબતે પણ વાહન ચાલકો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી સુધીની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે. ત્યારે તાજેતરમાં જ ફતેગંજ બ્રિજ નીચે પૂરઝડપે કાર ચલાવતા વાહન ચાલકને પોલીસ કર્મચારીએ સ્પીડગનથી ફોટો પાડ્યા બાદ તેને અટકાવ્યો હતો. જે બાદ વાહન ચાલકે પોલીસકર્મી સાથે ઝપાઝપી કરીને ઝઘડો કર્યો હતો.

આ ઉપરાંત જુલાઈ મહિનામાં માસ્ક વગર મોડી રાતે બાઈક પર પસાર થઈ રહેલી ચાર વ્યક્તિઓને પોલીસે રોકી દંડાત્મક કાર્યવાહી કરતા અન્ય આરોપીઓએ પોતાના મિત્રોની મદદ કરવા પોલીસ સાથે ઝપાઝપી કરીને પીસીઆર વાન પર પથ્થરમારો કરતા નવાપુરા પોલીસે કુલ 6 આરોપીઓ સામે રાયોટીંગનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પણ રાત્રી કરફ્યુ દરમિયાન માસ્ક પહેર્યા વગર નીકળેલા વાહન ચાલક ને જયરત્ન ચાર રસ્તા પાસે પોલીસે પકડતા, આ વ્યક્તિએ પોલીસ સાથે ઝપાઝપી કરતા ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...