તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમકહાણીનો કરૂણ અંત:તેનતલાવ ગામના પ્રેમી પંખીડાઓએ ઝાડ પર લટકી આપઘાત કર્યો, બંનેને ડભોઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા

ચાંદોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતકોની તસવીર - Divya Bhaskar
મૃતકોની તસવીર

ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તેનતલાવ ગામના પ્રેમી પંખીડાએ લગ્ન નહીં થઈ શકે એવું મનમાં લાગી આવતા સમળાના ઝાડ પર દોરડા વડે ફાંસો ખાઇ આપઘાત કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ચાંદોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રેમી પંખીડાઓના મૃતદેહને ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

ઘણા સમયથી એકબીજાના ગાઢ પ્રેમ સંબંધમાં હતા
​​​​​​​ચાંદોદ પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના તેનતલાવ ગામના લીમડી નવી વસાહતમાં રહેતા કનુભાઈ અંબાલાલ તડવીની દીકરી શ્વેતા ઉ.વ 20 તથા ચંદ્રકાંત રામજીભાઈ તડવીનો દીકરો જતીન ઉ.વ 19 આ બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગાઢ પ્રેમ સંબંધમાં હતા. પરંતુ એકબીજા સાથે લગ્ન ન થઈ શકે તેમ હોવાથી 25 જાન્યુઆરીના રોજ રાત્રિના બંને ઘરેથી ભાગી ગયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ આદરવામાં છતાં તેઓનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન શનિવારના રોજ તેનતલાવથી માનપુરા ગામ જવાના રોડની બાજુમાં આવેલા ખેતરમાં સમળાના ઝાડ પર દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલા હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

પીએમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
ઘટના અંગે તેનતલાવના સરપંચ અલ્પેશ તડવી દ્વારા ચાંદોદ પોલીસને જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર પરમાર, ગલાભાઈ માલીવાડ, કોન્સ્ટેબલ દીપક પ્રજાપતિ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી લેતા પંથકમાં અનેકવિધ ચર્ચાઓ સાથે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ચકચારી ઘટના અંગે આગળની વધુ સઘન તપાસ પીએસઆઇ આર એમ ચૌહાણ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો