તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અણઘડ આયોજન:લાલબાગ બ્રિજ નીચેના રેન બસેરાનું લોકાર્પણ કર્યા બાદ તાળું મારી દેવાયું

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના લાલબાગ બ્રિજ નીચેના રેન બસેરાનેં તાળુ મારી દેવાયું છે. - Divya Bhaskar
શહેરના લાલબાગ બ્રિજ નીચેના રેન બસેરાનેં તાળુ મારી દેવાયું છે.
  • તોતિંગ ખર્ચ બાદ હજી પાણી-ડ્રેનેજની સુવિધાનો અભાવ
  • 4 હોલ બનાવવા પાછળ ~1.71 કરોડનો તોતિંગ ખર્ચ, વિજિલન્સ તપાસની માગ

લાલબાગ બ્રિજ નીચે સુવિધા વગરનું રેન બસેરા લોકપર્ણ બાદ ખુલ્લું મુકવામાં આવ્યું નથી અને તેના ચાર હોલના બાંધકામ પાછળ જ રૂ.1.71 કરોડ નો ખર્ચો કરવામાં આવ્યો છે ત્યારે તેની વિજિલન્સ તપાસની માંગ થઈ છે. પાલિકા દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ લાલબાગ બ્રિજ નીચે આશ્રયસ્થાન બનાવ્યું છે.

રેન બસેરા અથવા તો નાઈટ સેલ્ટર તરીકે ઓળખાતા આ આશ્રયસ્થાન નું તાજેતરમાં લોકાર્પણ કરી દેવાયા બાદ તેને તાળું મારી દેવાયું છે. આ આશ્રયસ્થાનમાં ચાર હોલ બનાવાયા છે અને 120 લોકોને સમાવી શકાય તેવી વ્યવસ્થા છે.પરંતુ આ રેનબસેરમાં પાણીની વ્યવસ્થા હજી થઈ નથી અને ગટર જોડાણ કરવાનું બાકી છે . એટલું જ નહીં, આ રેન બસેરામાં પૂરતી સંખ્યામાં બેડ પણ નથી . આ સંજોગોમાં, જો આ સુવિધા અધૂરી હોય તો પછી ઉતાવળમાં લોકાર્પણ કરી દીધા બાદ તેનો કોઈ ઉપયોગ જ કરી શકાતું ન હોય તો શું કામનું તેવો સવાલ ઉઠાવી આ વિસ્તારના વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ જણાવ્યું હતું કે, હાલ ચોમાસાની સિઝન છે અને રાત્રે વરસાદ પડે ત્યારે શ્રમજીવીઓ, મજૂરો અને ફૂટપાથ પર રહેનારા લોકોને સુવિધાનો લાભ મળી રહયો નથી.

તેમણે મ્યુ.કમિશનરને લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે આ સ્થળે ચાર હોલ બાંધ્યા છે અને તેનું બાંધકામ આશરે 6300 ચોરસ ફૂટ છે. માત્ર આટલા બાંધકામ માટે રૂપિયા 1.71 કરોડ ખર્ચ કેવી રીતે થઈ શકે? વાસણ ખરીદવાની પ્રક્રિયા હજી બાકી છે અને તેનો ખર્ચ પણ અલગ થશે. પાણી ડ્રેનેજની સુવિધાનો પણ ત્યાં અભાવ છે અને બાંધકામના ખર્ચમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરીને તેમણે વિજિલન્સ તપાસ માંગી છે. આ માટે તેમણે મ્યુનિસિપલ કમિશનરની સાથોસાથ રાજ્યના વિજિલન્સ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...