ચોરી:તેનતલાવ ગામે 3 મકાનના તાળા તૂટ્યા

ચાંદોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોના ચાંદીના દાગીના, રોકડ સહિત ~1,63,000ના મુદ્દામાલની ચોરી

ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તેનતલાવ ગામે 3 બંધ મકાનના તાળા તોડી ચોરીના અંજામને સફળ રીતે પાર પાડી પલાયન થઈ ગયા હતાં. ચાંદોદ પાસેના તેનતલાવ ગામના પુનિત ફળિયામાં આવેલા 3 બંધ મકાનોને ગતરાત્રિએ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.

તસ્કરોએ ત્રણ પૈકી બે મકાનોના મુખ્ય દરવાજાના નકુચા તોડી મકાનમાં રહેલી તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત 1,63,000ના મુદ્દામાલની ચોરીનો સફળ રીતે ખેલ પાર પાડ્યો હતો. મકાન માલિકોને સવારે ચોરી થયાનું માલુમ પડતા બહારગામથી દોડી આવી મકાનમાં ચકાસણી કરતા કીમતી દાગીના સહિત રોકડ રકમ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતુ.

જેની જાણ કરાતા ચાંદોદ પોલીસે મકાન માલિક હિતેન પટેલ અને અક્ષય પટેલની ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા 3 અજાણ્યા ઇસમો બાઈક ઉપર આવી ચોરીને સફળ અંજામ આપી પલાયન થઈ ગયાનું જણાઈ આવ્યું હતું. સીસીટીવી ફૂટેજ આધારે ચાંદોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી આર ભાદરકાએ તપાસનો દોર લંબાવ્યો છે. ગ્રામજનો રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવાય તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...