તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિપ્રાય:કળાકારોએ કહ્યું, અમારા માટે આર્થિક નુકસાન કરતાં શહેરના લોકોનો જીવ વધુ મહત્ત્વનો છે

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાના મોટા ગરબાના ગાયકોએ નવરાત્રીમાં ગરબા થવા જોઇએ કે નહીં તે અંગે તેમનો અભિપ્રાય આપ્યો
  • ગાયક કળાકારો આ વર્ષે નવરાત્રીનું આયોજન ન થાય તે વાત પર સહમત

રાજ્યના મોટાભાગના કોમર્શિયયલ ગરબાના આયોજકો આ વર્ષે ગરબા કરવાના નથી તેમ સ્પષ્ટ જણાવી રહ્યાં છે. ત્યારે ગરબામાં તેમના તાલે લોકોને જમાવનારા ગાયક કળાકારો પણ લોકોની જીંદગી બચે તે મહત્વનું છે ગરબા તો આવતા વર્ષે પણ કરાય તેમ જણાવી રહ્યા છે. બીજી તરફ તેમના કળાકારોની રોજીરોટીની પણ ચિંતા સતાવે છે. જેના માટે કળાકારો લાઇવ સ્ટ્રિમિંંગ અથવા વર્ચ્યુઅલ માધ્યમ થકી ગરબા ગાઇ તેમના કળાકારોને રોજી રોટી આપવાના રસ્તા અપનાવવાનું વિચારી રહ્યા છેે.

કલાકારોને આ વર્ષે નુકસાન થવાનું છે, પરંતુ સરકાર કોઇપણ રીતે મદદ કરશે તેવી આશા છે
ખ્યાતનામ ગાયક કલાકાર અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, આ વર્ષે નવરાત્રીનું આયોજન થવુ જોઇએ નહી. કારણકે સાચી છાતીના દુશ્મનથી લડી શકાય છે પરંતુ છાના દુશ્મનથી લડી શકાતું નથી. નવરાત્રી નહી થાય તેથી નુકસાન થશે. ગુજરાતના દરેક કલાકારોની યાદી એક સંસ્થા થકી સરકાર સુધી પહોચાડી છે. સરકાર દરેક વર્ગના લોકોને મદદ કરે છે, કલાકારોને પણ મદદ કરશે તેવી આશા છે. નવરાત્રી દરમિયાન વર્ચ્યુઅલ માધ્યમથી લાઇવ થવાની ચર્ચા યુનાઇટેડ વે સાથે ચાલી રહી છે.

નવરાત્રીનું આયોજન થવું જોઇએ નહીં, આ સમય જાગૃત થઇ પોતાને સ્વસ્થ રાખવાનો છે
જાણીતા ગાયક અને સ્વર નિયોજક અચલ મહેતાએ જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે નવરાત્રીનું આયોજન થવું જોઇએ નહી. આ સમય લોકોને જાગૃક થવાનો અને પોતાને સ્વસ્થ રાખી વાઇરસથી બાચવાનો છે. નવરાત્રી નહી થાય માટે કળાકારોને નુકસાન પુષ્કળ થશે પરંતુ અમે અમારી ટીમના દરેક કલાકારાને સુખ દુ:ખમાં સાથ આપીએ છે. નવરાત્રીમાં લાઇવ સ્ટ્રિમિંગ કરવાનો વિચાર નથી કારણકે તેમા ઓડીયો ક્વોલીટી બરાબર આવતી નથી.

નવરાત્રીથી સંક્રમણ વધશે તો તબીબોની હાલત ખરાબ થશે, તેથી આયોજન ન થાય તે જ સારું
ગાયક કલાકાર વત્સલા પાટીલે જણાવ્યું હતું કે, આ વર્ષે નવરાત્રીનું આયોજન થવુ જોઇએ નહી. સરકાર હંમેશા લોકોના હિતમાં નિર્ણય લે છે. નવરાત્રીના કારણે સંક્રમણ વધશે તો તબીબોની શું હાલત થશે? એક કળાકાર તરીકે મને દુ:ખ થાય છે કારણકે મારી સાથેના બીજા અન્ય કળાકારોની દિવાળી આ તહેવાર પર નિર્ભર હોય છે. પરંતુ તેના કરતા લોકોનો જીવ મહત્વનો છે. હું આ પરિસ્થિતિનો સકારાત્મક રીતે લઇ રહી છું. તેથી યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી મારી ટીમ સાથે 9 દિવસ લાઇવ સ્ટ્રિમિંગ કરીશ.

અન્ય સમાચારો પણ છે...