તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:SSG આઇસીયુ ટ્રાયેજમાં 1750 જેટલા દર્દીઓના જીવ બચાવાયા

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાની પહેલી-બીજી લહેરમાં વ્યવસ્થા કરાઈ હતી
  • ઓક્સિજન-વેન્ટિલેટરની સુવિધાથી અન્ય વોર્ડમાં ભારણ ઘટ્યું

સયાજી હોસ્પિટલમાં આવેલા આઈસીયુ ટ્રાયેજમાં કોવિડની બીજી લહેરમાં 1750 લોકો સારવાર મેળવી સાજા થયા હતા. ટ્રાયેજમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધાથી અન્ય વોર્ડમાં ભારણ ઘટ્યું હતું. લોબીમાં 8 જેટલા ઓક્સિજન પોઈન્ટ મૂકીને ઓક્સિજનની જરૂરવાળા દર્દીઓને સારવાર આપી શકાઈ હતી. , ટ્રાયેજ એટલે ક્વિક રિસ્પોન્સ સેન્ટર કે તાત્કાલિક સારવાર માટે ઊભી કરાયેલી વ્યવસ્થા.સયાજીના કોવિડ સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.એ જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી લહેર પૂરી થઈ રહી હતી, ત્યારે જ ઓક્ટોબરમાં કોવિડ ટ્રાયેજની સુવિધા ઊભી કરાઈ હતી.

એક અંદાજ પ્રમાણે ટ્રાયેજમાં ઓક્સિજન- વેન્ટિલેટરની સુવિધાથી તાત્કાલિક સારવાર માટે આવતાં 1650થી 1750 દર્દીના જીવન બચાવી શકાયા હતા. આ વ્યવસ્થાથી કોવિડનાં શંકાસ્પદ લક્ષણો સાથે આવતા દર્દીઓને પ્રથમ તો જરૂરી તાત્કાલિક સારવાર આપી શકાય છે અને જરૂરી ટેસ્ટના આધારે જો દર્દી કોવિડ પોઝિટિવ જણાય તો કોરોના વિભાગમાં અને જો નેગેટિવ હોય તો અન્ય સંબંધિત વિભાગમાં મોકલી શકાય છે. આ વ્યવસ્થાને લીધે નેગેટિવ દર્દીને બિનજરૂરી રીતે કોવિડ વોર્ડના સંક્રામક વાતાવરણમાં જતા અટકાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...