તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ:18મીની IPL હરાજીની યાદીમાં વડોદરાના 9 ક્રિકેટરોનો સમાવેશ

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીસીસીઆઈએ 292 ખેલાડીઓની યાદી જાહેર કરી
 • જીસીએ,સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કુલ 16 ખેલાડીઓ યાદીમાં

તાજેતરમાં મુશ્તાક અલી ટ્રોફી ટી-20 સ્પર્ધાની ફાઈનલ સુધી પહોંચી ઝળહળતો દેખાવ કરનાર વડોદરા ટીમને ફળ્યો છે અને શહેરના 9 યુવાન ક્રિકેટરોના નામ આગામી 18મી ફેબ્રુઆરીએ થનારી આઈપીએલ-21 હરાજી માટેના લીસ્ટમાં સામેલ કરાયા છે.

આગામી 18મી ફેબ્રુઆરીએ આઈપીએલ -21 માટે ઓકશન ચેન્નાઈ ખાતે યોજાશે.જેના માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા હરાજી માટે 292 ખેલાડીઓની યાદી રવિવારે જાહેર કરી હતી.જેમાં વડોદરાના 9 ક્રિકેટરો સામેલ કરાયા છે.આ નવ ખેલાડીઓમાં વિષ્ણુ સોલંકી,કેદાર દેવધર,અતીત શેઠ,લુકમાન મેરીવાલા,સ્મીત પટેલ,અંશ પટેલ,ધ્રુવ પટેલ,કાર્તિક કાકડે અને લેટેસ્ટ કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના ત્રણ ખેલાડીઓનો પણ હરાજીમાં સમાવેશ કરાયો છે.

બીસીએના સેક્રેટરી અજીત લેલેેએ જણાવ્યું હતું કે ‘અગાઉ ઇરફાન-યુસુફ પણ આઈપીએલ રમી ચુકયા છે.હાલ હાર્દિક-કૃણાલ પંડયા અને દીપક હુડા પણ આઈપીએલ ટીમમાં છે ત્યારે હવે વધુ ખેલાડીઓને આઈપીએલમાં રમવાની તક મળશે.બીસીએ દ્વારા સમયસર અને યોગ્ય રીતે વધુમાં વધુ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ખેલાડીઓને તેમને દેખાવ કરવાની યોગ્ય તક મળી હતી.9 પૈકી મોટાભાગનાને તક મળે તેવું બીસીએ ઇચ્છી રહ્યું છે.ક્રિકેટનું સ્તર વધુ ઉંચુ આવે તે માટે પણ બીસીએ પ્રયત્નશીલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો