તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાનીપત:ધારાસભ્યે મશીનરી મગાવી પણ મેયરે કાયમી ઉકેલનો ભાર મૂકતાં ટીમ પરત

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 6 ઇંચની પાઇપ નાખીને પાણીનો નિકાલ કરવાનું હાસ્યાસ્પદ આયોજન
  • મસિયા કાંસમાં ભરાતા વરસાદી પાણીથી આસપાસની સોસાયટીના રહીશો ત્રસ્ત

લાલબાગ પાસેની સોસાયટીઓમાં ચોમાસામાં પાણી ભરાવાની શક્યતા છે ત્યારે માત્ર હંગામી વ્યવસ્થા કરી પાણીનો નિકાલ કરવાનો નિર્ણય પાલિકાએ લીધો છે. એક તબક્કે ધારાસભ્યએ પાલિકાની ટીમને સાથે રાખી મશીનરી બોલાવી હતી, પરંતુ કાયમી ઉકેલ માટે મેયરે ભાર મૂકતાં આખી ટીમ લીલા તોરણે પરત ફરી હતી. અધિકારીઓ સાથેની ચર્ચા બાદ સાંજે મેયરે 6 ઇંચની લાઇનના જોડાણની હંગામી વ્યવસ્થા પર મંજૂરીની મહોર મારી હતી.

શહેરના લાલબાગ તળાવ અને મસિયા કાંસનો મુદ્દો ચૂંટણી સમયે ભારે ગાજતો હોય છે, કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન આ બંને તળાવ ઓવરફ્લો થતાં પાણી મસિયા કાંસમાં ફરી વળે છે. વધુ વરસાદ પડે તો લોકોનાં ઘરમાં પાણી ઘૂસી જતાં નુકસાન વેઠવું પડે છે. ઘણીવાર તો મગર પણ બહાર આવી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે છેલ્લાં ઘણાં વર્ષોથી આ સમસ્યાનું રાજકીય ભોગે નિરાકરણ આવતું ન હતું. અલબત્ત, હવે પાલિકામાં નવા બેસેલા બોર્ડ દ્વારા આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા બીડું ઉપાડવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા વધારાનું પાણી ઉલેચી કાંસ મારફતે વિશ્વામિત્રી નદી તરફ મોકલી આ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ હાથ ધરાયો છે ત્યારે મેયર, મ્યુનિસિપલ કમિશનર, અકોટાનાં ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કોર્પોરેટર તથા અધિકારીઓએ સ્થળની મુલાકાત લઇ માત્ર 6 ઇંચની પાઈપ લાઈન વડે પાણીનું નિકાલ કરવાના આયોજનને અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

લાલબાગ, કાશી વિશ્વનાથ મહાદેવ તળાવ અને મસિયા કાંસમાં ડ્રેનેજનાં દૂષિત પાણી ઉમેરાતાં તળાવ 365 દિવસ છલોછલ ભરેલું રહે છે અને ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખાબકતાં રાજસ્તંભ અને આસપાસની સોસાયટીઓમાં તળાવનું પાણી ફરી વળે છે, જેથી લોકોને આર્થિક નુકસાન પહોંચવાની સાથે હાલાકી ભોગવવાનો વારો આવે છે.

આ મામલે અકોટાનાં ધારાસભ્ય સીમાબેન મોહિલેએ પણ મશીનરી મગાવી રાખી હતી. આ ટાણે હંગામી ઉકેલ લાવવાના બદલે કાયમી ઉકેલની દિશામાં કામગીરી કરવા પર મેયરે ભાર મૂક્યો હતો અને સાંજે ડ્રેનેજ વિભાગના અધિકારી સાથે બેઠક કરતાં જમીનમાં સાડા ચાર મીટરની ઊંડાઈએ પુશિંગ કરી લાઇન નાખવામાં આવે તો દોઢ-બે વર્ષે કામગીરી પૂરી થાય અને તેમાં ખાનગી જમીનમાંથી નેટવર્ક લઈ જવું પડે તો સમસ્યા સર્જાઇ શકે છે તેઓ ચિતાર રજૂ પણ કર્યો હતો. જેના કારણે મેયરે હાલની હંગામી ધોરણે વ્યવસ્થા ચાલુ કરવા માટે આદેશ આપ્યો હતો અને તેમાં પમ્પ મૂકવાની પણ સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...