છાણી તળાવની પાલિકાએ ઘોર ખોદી નાખી:શહેરનું સૌથી મોટું 100 વિઘાનું છાણી તળાવ 5 વર્ષથી તંત્રના પાપે સૂકું ભઠ્ઠ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુંદરતા વધારવાના આયોજનમાં છાણી તળાવની પાલિકાએ ઘોર ખોદી નાખી
  • પાલિકાએ​​​​​​​ બ્યૂટિફિકેશનના નામે આડેધડ કરેલી કામગીરીથી બારેમાસ છલોછલ રહેતું છાણીનું તળાવ હવે પાણી માટે તરસી રહ્યું છે

છાણીમાં 100 વીઘામાં અને બે ભાગમાં ફેલાયેલા તળાવનું પાણી જમીનમાં જ સીધું સટ ઊતરી જાય છે. પાલિકાએ 14.39 કરોડ રૂપિયાના ખર્ચે વોકવે બાંધીને બ્યૂટિફિકેશનની જાહેરાત કરી દીધી પણ ખાટલે મોટી ખોડ તળાવમાં પાણી ન ભરાવાની છે, જેના માટે પાલિકા જ જવાબદાર છે.

જાણકારોના મતે આ તળાવની માટી ગોરાડુ પ્રકારની દળદાર અને પોચી છે. જ્યારે કામગીરી 2017માં શરૂ કરવામાં આવી ત્યારે જ તેનું તળ તૂટી ગયું હતું. પણ આ પાલિકાએ તળાવ ઊડું કરવાની કામગીરી બેથી ત્રણ વર્ષ સુધી ધીમે ધીમે ચલાવ્યે રાખી હતી, જેના પગલે તળ તૂટવાનું ચાલુ રહ્યું. તેથી હજી બેથી ત્રણ વર્ષ પાણી આવતાં માટીનું સ્તર મજબૂત બનતાં તળ બનશે.

એક્સપર્ટ વ્યૂ : જૂનું તળ તૂટતાં પાણી સંગ્રહ અટક્યો, નવું બનતાં વર્ષો લાગશે
આ તળાવમાં ખોદકામ કરીને તેને ઊંડું કરવાની કામગીરી કરી છે. જેના પગલે તેનું વર્ષો જૂનું તળ તૂટતાં પાણી જમીનમાં ઊતરી રહ્યું છે. તળાવનું નવું તળ બનતાં વર્ષો નીકળી જાય છે. હવે ઓછામાં ઓછાં ત્રણ વર્ષ પછી તળ બનવાની શરૂઆત થશે. > ગોપાલ શાહ, પૂર્વ ટાઉન પ્લાનર, વીએમસી

65થી 80 કરોડ લિટર પાણીના સંગ્રહની ક્ષમતા
છાણી તળાવ 100 વીઘામાં ફેલાયેલું છે. જ્યારે તેની સરેરાશ ઊંડાઇ 4થી 5 મીટર કહી શકાય. જ્યારે વચ્ચેના ભાગેથી 25થી 30 ફૂટથી વધુ ઊંડું છે. આ ગણતરીએ છાણી તળાવ જ્યારે છલોછલ ભરાય ત્યારે તેની સંગ્રહ ક્ષમતા 65 કરોડ લિટરથી 80 કરોડ લિટર સુધીની હશે. તળાવમાં પાણી ભરાવાનું શરૂ થયા બાદ બે વર્ષમાં સામાન્ય સ્થિતિ થઇ જશે.

  • 14.39 કરોડ બ્યૂટિફિકેશન કરવા માટે ખર્ચ્યા
  • ​​​​​​​2.50 લાખ ચોરસ મીટર કુલ વિસ્તાર સમગ્ર તળાવનો
  • ​​​​​​​2000 મીટરનો ઘેરાવો તળાવના વોકવેનો
અન્ય સમાચારો પણ છે...