તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપીંડી:ઇંટોલામાં બોગસ દસ્તાવેજથી જમીન બારોબાર વેચી દેવાઇ

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદની મહિલાએ બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં રહેતી મહિલાની જમીનને ત્રણ જણાએ જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાવી જમીનની અવેજમાં 3.59 લાખ રુપીયા મેળવી લીધા હોવાનો આરોપ લગાવતી ફરિયાદ વરણામા પોલીસમાં નોંધાયો છે.હાલ અમદાવાદમાં રહેતા દિનાક્ષીબેન તેજેન્દ્રકુમાર પટેલે પોલીસમાં બીરેન ભરત પટેલ, પ્રવિણા ભરત પટેલ તથા અસ્મીતા ભરત પટેલ (ત્રણેય રહે, ઇંટોલા) તથા સુરતમાં રહેતા નિરુપા અરવિંદ શાહ સામે ફરિયાદ નોંધાવી હતી કે 2005માં ઇંટોલામાં આવેલી આ જમીનો વિનુભાઇના પુત્ર વિજયે કુટુંબના તમામ માણસોને ભેગા કરી વહેંચણી કરી હતી.

અમદાવાદ રહેતા હોવાથી જમીનનો વહીવટ કરતા રસીકભાઇના પુત્ર રવિભાઇનેે જાણ થઇ હતી કે તેમની જમીન ભરતભાઇ ના પુત્ર બિરેન પટેલ સહિતના ત્રણ જણાએ આ જમીન 2005માં ખોટી રીતે વેચાણદસ્તાવેજ કરી નિરુપા શાહને વેચી દીધી છે. ટાઇટલ મેળવ્યા સિવાય આ જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી સબ રજીસ્ટ્રાર કચેરીમાં જમીન નોંધાવી જમીનના અવેજના 3.59 લાખનો આર્થીક લાભ લઇ લીધો હતો અને છેતરપીંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો