વિવાદનો અંત:વડોદરામાં સયાજીગંજ પોલીસ ચોકી સામેની જમીન એમ.એસ.યુનિવર્સિટી પાસે જ રહેશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી અને વડોદરા મહાનગર પાલિકા વચ્ચે ચાલતા સયાજીગંજ પોલીસ ચોકી સામે આવેલ જમીનના વિવાદનો અંત આવ્યો છે અને હવે આ જમીન યુનિવર્સિટી પાસે જ રહેશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહાનગર પાલિકા અને એમ.એસ.યુનિવર્સિટી વચ્ચે ઘણા લાંબા સમયથી સયાજીગંજ પોલીસ ચોકીની સામે આવેલ જૂના રેવન્યુ રેકોર્ડ આધારિત વડોદરા કસ્બાના વિ.વ-2ના શીટ નંબર 17. સીટી સર્વે નંબર 16 પૈકીની જમીનનો રોડ લાઇન બાબતે વિવાદ ચાલતો હતો અને આ વિવાદનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેમાં આ જમીન હવે યુનિવર્સિટી પાસે જ રહેશે.

મહાનગર પાલિકાએ જણાવ્યું છે કે, કાયદાકીય જોગવાઇ મુજબ 49 વર્ષના વિલંબ અંગેના કોઇ સબળ કારણો ના હોય હાલ આ વિવાદનો પ્રાથમિક તબક્કે જ નિકાલ થઇ ગયો છે. વધુમાં મેયર રોકડિયાએ જણાવ્યું હતું કે, જે જગ્યા પર મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો કબજો છે તે જગ્યા યુનિવર્સિટી પાસે જ રહેશે. એટલે કે ઇ.સ. 1954માં જે જમીન એમ.એસ.યુનિવર્સિટીના નામે દાખલ થયેલી હતી તે યુનિવર્સિટી પાસે જ રહેશે.

વધુ એક રોડ પહોળો થશે

વધુ એક કિસ્સામાં ઓ.પી. રોડ મલ્હાર પોઇન્ટથી ગેસ ઓફિસ થઇ યમુના સર્કલ સુધી ફૂટપાથ સાથે રોડ રીસરફેસિંગ કરવાનું કામનો સમાવેશ વ્યવસાય વેરાથી ગ્રાન્ટ વર્ષ 2020-21 પેટે થયેલ છે. આ કામના અંદાજની રકમ 1 કરોડ 40 લાખ 23 હજાર 500 છે. જેમાં વરસાદી ગટરના ક્રોસિંગ તથા પેરેલલ લાઇનનો સમાવેશ થાય છે. આ કામ માટે સપના સોસાયટીની કંપાઉન્ડ વોલ અવરોધરૂપ હતી જેને સોસાયટીએ કોઇ વળતરની માંગણી વિના ખુલ્લી કરી આપી છે. જેથી આ રોડ પહોળો થશે.

અન્ય સમાચારો પણ છે...