ભાવમાં ઘટાડો:વડોદરામાં સ્વાઇન ફ્લૂના ટેસ્ટમાં લેબોરેટરી વાળાએ રૂા.1 હજારનો ઘટાડો કર્યો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4500ની જગ્યાએ હવે 3500 રૂપિયામાં ટેસ્ટ થશે
  • ધારાસભ્ય અને કોર્પોરેટરે દરમિયાનગીરી કરી હતી

શહેરમાં વકરી રહેલા વાઇરલ ડિસીઝ સ્વાઈન ફ્લૂના ટેસ્ટિંગ માટે શહેરની લેબોરેટરીઓ દ્વારા 4500 રૂપિયાનો જંગી ચાર્જ વસૂલાતો હતો, જે અંગે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે દરમિયાનગીરી કરી કોર્પોરેટર અને ડો.શીતલ મિસ્ત્રી ને આ અંગે લેબ સંચાલકો સાથે વાતચીત કરવા માટે જણાવ્યું હતું. જેને પગલે લેબ સંચાલકો દ્વારા 1000 રૂપિયાનો ભાવમાં ઘટાડો કરી હવે રૂ. 3,500 રૂપિયા ચાર્જ લેવાનું જાહેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે આટલો જંગી જાન લેવામાં આવતો હોવા છતાં કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ આંકડા કામ કરી રહ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા જ આ ચાર્જ નક્કી થતો હોવાની વાતો કરતું હતું. સમગ્ર વિષયમાં ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે આ વિષયમાં હજુ પણ પૈસા ઓછા થાય તે માટે આરોગ્ય મંત્રી કૌશિક પટેલને જાણ કરવામાં આવી છે અને તેમણે ડેટા કલેક્ટ કરવામાં અધિકારીઓને આદેશ કર્યો છે.

આ સાથે જ સરકારી લેબમાં પણ ટેસ્ટિંગ વધારવા માટે આદેશોજારી કર્યા છે જેથી લોકોને ખાનગી લેબમાં જવું ન પડે. જ્યારે ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પેથોલોજી લેબ સંચાલક એસોસિએશનના ડો.રાકેશ શાહ દ્વારા અમારી રજૂઆતને ગ્રાહ્ય રાખી હજાર રૂપિયાનો ભાવ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...