કાર્યવાહી:દરજીપુરાની સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો, લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીની અટક કરી સગીરા પરિવારને સોંપાઈ

શહેરના દરજીપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી યુવક ફરાર થયો હતો. પોલીસે અપહરણ કરનાર યુવકને ઝડપી લીધો હતો.દરજીપુરા વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારની માતાએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, તેઓની 13 વર્ષની પુત્રી ગત 24મી તારીખે મોડી રાતે પોતાના ઘરેથી ગાયબ થઈ હતી. તેઓએ સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ તે મળી ન આવતાં પરિવારજનોએ સંબંધીઓને ત્યાં શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાનજાણવા મળ્યું હતું કે, 3 માસ અગાઉ ત્યાં નજીકમાં જ રહેતા મૂળ શિનોરના રાકેશ ઉર્ફે કાળિયા વસાવા સાથે તેઓની પુત્રીની વાતચીત થતી હતી અને તે પણ ઘરેથી ગાયબ છે. જે અંગે મહિલાએ હરણી પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે રાકેશ ઉર્ફે કાળિયા વસાવાને ઝડપી લઈ સગીરાને તેના પરિવારને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...