નિરાકરણની ખાતરી:જુનિયર તબીબોની હડતાળ આઠમા દિવસે સમેટાઇ ગઇ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં વિવિધ પડતર માગણીઓના પગલે ચાલી રહેલી જુનિયર રેસિડેન્ટ તબીબોનું આંદોલન અને હડતાળ આઠમા દિવસે સ્થગિત કરવામાં આવ્યું હોવાની જાહેરાત જેડીયુ ( જુનિયર ડોક્ટર્સ યુનિયન) દ્વારા કરવામાં આવી હતી.

રાજય સરકાર સાથે જેડીયુની એક વીસી યોજાઇ હતી જેના પગલે આ જાહેરાત કરવામાં આવી હતી. આ વિશે વડોદરાના જેડીયુના પદાધિકારીએ જણઆવ્યું કે, સરકારે વીસીમાં એક લેખિત જીઆર જાહેર કરવાની જાહેરાત કરી છે જેમાં અમારે કેટલી માગણીઓ સંતોષાય તેવી ખાતરી આપવામાં આવી છે, જેથી અમે હાલ પૂરતી તમામ પ્રકારની ફરજો પર હાજર થઇ રહ્યાં છીએ. જોકે અમારી આ માગણી નહીં સંતોષાય તો આગામી દિવસમાં ફરી અમે હડતાળ કરીશું તેની જાણ અમે સુપરિન્ટેન્ડન્ટ્સ અને ડીનને કરી હતી.હડતાલ સમેટાઇ જતાં સયાજી હોસ્પિટલના અધિકારીઓએ પણ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...