પીપીપી મોડેલ:જોય ટ્રેનના કોન્ટ્રાક્ટરે 77 લાખ પાલિકાને ન ચૂકવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરટીઆઇના જવાબમાં ખુલાસો

કમાટીબાગમાં પીપીપી ધોરણે જોય ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જેમાં દરવર્ષે નક્કી કરેલી ટકાવારી મુજબ રેવન્યુ શેરિંગનો કરાર થયો હતો. પરંતુ જોયટ્રેનનના ઇજારદારે પાલિકાને વર્ષ 2018થી 2020 સુધીના અંદાજીત રૂ. 77 લાખ રૂપિયા ના ચૂકવ્યા હોવાનું સપાટી પર આવ્યુ છે. જેથી જોય ટ્રેનનો ઇજારો રદ્દ કરવા માંગ કરાઇ છે.

કમાટીબાગમાં વર્ષ 2012માં જોય ટ્રેન માટે ખોડલ કોર્પોરેશન સાથે 25 વર્ષનું એમઓયુ કર્યુ હતું. જે મુજબ વર્ષ 2013થી 2016માં રૂ. 23.50 લાખ આપવાનું રેવન્યુ શેરીંગની મીટીંગમાં નક્કી થયું હતું. વર્ષ 2016-17માં 10 ટકાના વધારા સાથે રૂ. 25.85 લાખ, વર્ષ 2017-18માં 15 ટકાના વધારા સાથે રૂ.27.02 લાખ અને વર્ષ 2018-19માં 25 ટકાના વધારા સાથે રૂ.29.37 લાખ મુજબ રેવન્યુ તરીકે ઇજારદારે પાલિકાને ચુકવણી કરવાની હતી. ઈજારદારે વર્ષ 2019-20માં રૂ. 29.70 લાખની જગ્યાએ માત્ર રૂ. 19.49 ભર્યા હતા અને 10.49 જમા કરાવવાના બાકી છે. જ્યારે વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં રૂ. 31.05 લાખ અને રૂ. 33.75 લાખ ભર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...