જૈન સ્થાપત્યકળાની સુગંધ:વડોદરા શહેરના કોટના બાંધકામની સમાંતરે જ પાવાગઢની જામી મસ્જિદ બંધાઇ હતી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્યકાળમાં હાલનું જે વડોદરા બન્યું તે કિલાએ દૌલતાબાદ તરીકે જાણીતું હતું. મહંમદ બેગડાએ ચાંપાનેર ખાતે મસ્જિદનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. મસ્જિદ તૈયાર કરતાં 25 વર્ષ લાગ્યાં હતાં. જ્યારે મસ્જિદ 1513માં પૂરી થઇ તેનાં 2 વર્ષ અગાઉ મહંમદ બેગડાનું અવસાન થયું હતું. બીજી તરફ જગમશહૂર અમદાવાદની સીદી સૈયદની જાળીની મસ્જિદનો પ્લાન ચાંપાનેરની જામી મસ્જિદ જેવો જ છે.

જામી મસ્જિદની બીજી વિશેષતાએ છે કે, મહંમદ બેગડાએ જે વર્ષમાં જામી મસ્જિદનું નિર્માણ કરાવી રહ્યો હતો તે વર્ષોમાં પુત્ર અને વડોદરાના શાસક મહેમુદ શાહ બીજાએ કિલાએ દૌલતાબાદમાં 1513માં પાણીગેટ, લહેરીપુરા, ગેંડીગેટ, ચાંપાનેર ગેટને જોડતો કોટ બંધાવ્યો હતો. આ વર્ષ આધુનિક વડોદરાના સ્થાપના વર્ષ તરીકે જાણીતું છે. ઇસ્લામિક સ્થાપત્ય શૈલીના નમૂના જેવી મસ્જિદના બાંધકામમાં જૈન સ્થાપત્યકળાની સુગંધ અનુભવાય છે.

અન્ય સમાચારો પણ છે...