તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આઈપીએલ ઓકશનમાં વડોદરાના દિપક હૂડાને પંજાબ કિંગ્સ ઇલેવને 50 લાખમાં અને લુકમાનને દિલ્હીએ 20 લાખમાં ખરીદ્યો હતો. લુકમાન 2005માં 14 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવા વડોદરા આવ્યો હતો પણ શરૂઆતમાં તક ન મળતાં ચાર વર્ષ બાદ ક્રિકેટ છોડી પરિવારને મદદ કરવાના આશયથી ફેબ્રીકેશનનું કામ શીખવા લાગ્યો હતો.ત્યારબાદ છ મહિના ઘેર બેઠો ત્યારે માતા-પિતા અને કાકાએ કહ્યું કે ક્રિકેટ રમવા પર ધ્યાન આપ તું ખરેખર સારું રમે છે.તેમના કહેવાથી હું પાછો વડોદરા આવ્યો અને કિસ્મત બદલાઈ ગયું.એમ બીસીએ વતી રણજીટ્રોફી રમતાં અને ભરૂચ જિલ્લાના શરણાર ગામે રહેતાં ડાબોડી પેસ બોલર લુકમાન મેરીવાલાએ‘ આઇપીએલમાં દિલ્હી કેપીટલ્સ દ્વારા વીસ લાખ રૂપિયામાં ખરીદાયા બાદ જણાવ્યું હતું.
સંઘર્ષ વિશે વાત કરતાં લુકમાન કહે છે કે ‘હું વડોદરામાં પ્રથમ વાયએસસીમાં જોડાયો ત્યારે પાલેજ મામાને ત્યાં રહેતો હતો અને 140 કિલોમીટર દૈનિક અપડાઉન કરી પ્રેક્ટિસમાં પહોંચતો હતો. આજે પણ હું ગામડામાં જ રહું છું અને વડોદરામાં મેચ હોય ત્યારે સવારે 4 વાગે ઉઠીને વડોદરા પહોંચું છું અને 9 વાગે પ્રેક્ટિસમાં પહોંચું છું. પૂર્વ ક્રિકેટર- કોચ અજીત ભોઈટે કહે છે કે‘ લુકમાન ટી-20નાે નિષ્ણાત બોલર છે અને તેની લાઈન-લેન્ગ્થ એકદમ સટીક છે. તે યોર્કરમાં માહેર છે. ત્રણ વર્ષથી તે સતત ફોર્મ દાખવી રહ્યો છે. 2013-14માં ટી-20માં ભારતમાં સૌથી સર્વાધિક 21 વિકેટો 9 મેચમાં લીધી હતી. તાજેતરમાં મુશ્તાક અલી ટી-20માં તેણે છતીશગઢ સામે 20 બોલના સ્પેલમાં માત્ર 8 રન આપી 5 વિકેટો ઝડપી હતી તેની કારકિર્દીનો તે શ્રેષ્ઠ દેખાવ છે.આ વરસે મુશ્તાક અલી સ્પર્ધામાં 8 મેચમાં 15 વિકેટો ઝડપી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.