પીછેહઠ:તાંદલજા મસ્જિદના બાંધકામ મુદ્દે હવે કલેક્ટરની કમિટી નિર્ણય લેશે

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાંદલજાની મસ્જિદના વિવાદિત બાંધકામની ફાઈલ તસવીર. - Divya Bhaskar
તાંદલજાની મસ્જિદના વિવાદિત બાંધકામની ફાઈલ તસવીર.
  • પાલિકાએ નોટિસ ફટકાર્યા બાદ હાથ અધ્ધર કર્યા
  • કમિટીમાં ચર્ચા-વિચારણા કરાયા બાદ કાયર્વાહી કરાશે

શહેરના તાંદલજા વિસ્તારમાં મસ્જિદના વિવાદિત બાંધકામના મુદ્દે વિવાદ વકરતાં મામલો જિલ્લા કલેક્ટર કમિટીમાં પહોંચ્યો છે. જેમાં વડોદરા કોર્પોરેશન તરફથી આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે. હવે કમિટીમાં ચર્ચા-વિચારણા બાદ કલેક્ટર કચેરીમાંથી જ અંતિમ નિર્ણય લેવાશે.

શહેરના તાંદલજા વિસ્તારમાં 24 મીટરના રોડ પર રોડથી 4 મીટરનું માર્જિન છોડવાનું હોય છે અને તેમાં કોઇ બાંધકામ થઇ શકે નહીં, તેમ છતાં મસ્જિદ દ્વારા 25 ફૂટ ઊંચી દીવાલનું બાંધકામ કરાયું હતું. અગાઉ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પાલિકા દ્વારા સાત દિવસની મુદત આપવામાં આવી હતી. અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવી ટકોર કરતી નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે મસ્જિદ સંચાલકોએ સ્વેચ્છાએ વધારાનું બાંધકામ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરી હતી. તાંદલજા વિસ્તારમાં જે પી રોડ પોલીસ મથક ચાર રસ્તા પાસે મસ્જિદનું નિર્માણ થયું છે. આ મસ્જિદમાં પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગની જાણ બહાર માર્જિનવાળા ભાગમાં બાંધકામ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાંદલજાની મસ્જિદ તોડવાનો મુદ્દો ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ કોર્પોરેશનની સભામાં ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેઓને ઇન્ટરનેશનલ મોબાઈલ નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. તાંદલજા મસ્જિદ ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કે નહિ તે અંગે જિલ્લા કલેક્ટરની કમિટીમાં નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...