તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહીશોની ખોટી કનડગત:સેવાસી સ્વર્ગ કમ્યૂનિટી કેરમાં કોવિડ દર્દી લાવવા મુદ્દે હોબાળો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમ્યૂનિટી કેરના સંચાલકનો આક્ષેપ
  • રહીશોએ કહ્યું વિરોધ થતાં દર્દી હટાવી લેવાયું ; બંને પક્ષની ફરિયાદ

શહેર નજીક સેવાસીમાં શ્રીનાથજી પ્લાઝામાં આવેલા સ્વર્ગ કોમ્યુનિટી કેર ઘરડા ઘરમાં કોવિડ પેશન્ટ લવાયું હોવાનું જણાવી તથા સંસ્થા દ્વારા લીફ્ટ સહિતની સુવિધા બંધ કરવાના મુદ્દે સંસ્થા અને સોસાયટીના રહિશો વચ્ચે હોબાળો થયો હતો. સેવાસીની શ્રીનાથજી પ્લાઝામાં સ્વર્ગ કોમ્યુનિટી કેર ઘરડા ઘર આવેલું છે જયાં કોવિડ પેશન્ટ લવાયું હોવા બાબતે સ્થાનિક રહીશોએ હોબાળો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે સંસ્થા દ્વારા લીફ્ટનો ઉપયોગ કરાઇ રહ્યો છે અને ત્યારબાદ બંને પક્ષે બોલાચાલી થતાં પોલીસ પહોંચી હતી. ત્યાં જે પેશન્ટ લવાયા હતા તેમનો કોરોના ટેસ્ટ નેગેટીવ છે.

પોલીસે સામ સામે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ મામલે સ્વર્ગ કોમ્યુનિટી કેરના અમિત લીંબાચીયાએ પોલીસમાં રજુઆત કરી હતી કે સોસાયટીના રહિશો તેમને પાણી અને લીફ્ટ બંધ કરાવાની ધમકી આપી અવાર નવાર હેરાનગતી કરે છે. ગત 2 તારીખે તેમની સંસ્થામાં એક પેશન્ટ લવાયું હતું જે સમયે એક સભ્યે કોવિડ પેશન્ટ હોવાનું જણાવી હોબાળો કર્યો હતો.

અને ગેટ બંધ કરી દીધો હતો. રહિશોએ ગુરુવારે ફરીથી હોબાળો કરી સેન્ટર સીલ કરાવાની ધમકી આપી હતી. જોકે સ્થાનિક રહીશોએ મિડીયા સમક્ષ સંસ્થા સામે આરોપ લગાવ્યા હતા કે કોરોનાવાળું પેશન્ટ સંસ્થામાં લવાયું હતું અમને રિપોર્ટ બતાવાની પણ ના પાડી દેવાઇ હતી જેથી અમે આરોગ્ય વિભાગને પણ જાણ કરી હતી ત્યારબાદ પેશન્ટને ખસેડી લેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...