તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદર્શન:બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખેડૂતોની જમીન કપાવવાનો કટાક્ષ પિસ્તોલથી દર્શાવાયો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર કટાક્ષ દર્શાવતી કળાકૃતિઓ રજુ કરી - Divya Bhaskar
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર કટાક્ષ દર્શાવતી કળાકૃતિઓ રજુ કરી
 • સ્પેસ સ્ટુડિયો ખાતે 10 આર્ટિસ્ટના રેસિડન્સી પ્રોગ્રામનું પ્રદર્શન થયું

કળાકારોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી તેમને સપોર્ટ કરવા તેમજ કામ કરવાની જગ્યા ઉપલ્બધ કરવા માટે એલેમ્બિક ગ્રૂપના કૃપા અમિન અને માલિકા અમિન દ્વારા 2006માં સ્પેસ સ્ટુડિયોની શરૂઆત કરાઇ હતી. સ્પેસ સ્ટુડિયો ખાતે આર્ટિસ્ટનેે પ્લેટફોર્મ આપવા સમર રેસિડન્સિ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમા વિવિધ રાજ્યોના 10 આર્ટિસ્ટે ભાગ લીધો હતો. આ 6 મહિનાના રેસિડન્સિ પ્રોગ્રામ હેઠળ આર્ટિસ્ટ સ્ટુડિયોમાં જ તેમનુ કામ કરે છે અને અંતે તેના એક્ઝિબિશનનું આયોજન કરે છે.

સમર રેસિડન્સિના એક્ઝિબિશનમાં સુરતના આર્ટિસ્ટ ભાવિન પટેલે સરકારના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર કટાક્ષ દર્શાવતી કળાકૃતિઓ રજુ કરી હતી. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી હજારો ખેડુતોની જમીન કપાતી હોવાનો કટાક્ષ પિસ્તોલ દર્શાવી તેના પર ઇંટની બુલેટ ટ્રેનની બુલેટ બનાવીને કરાયો છે. આ ટ્રેન રૂપી બુલેટ ખેડુતોની જમીન પર વાગી રહી છે.

વધતા જતા બાંધકામથી ભવિષ્યમાં ખેતી પર થતી અસરના આર્ટવર્ક પ્રદર્શિત

આર્ટવર્ક
આર્ટવર્ક

વર્ષો પહેલા ખેતીમાં દેશી ખાતર વપરાતું હતું પછી ફર્ટિલાઇઝરે જગ્યા લીધી અને હવે બાંધકામમાં વધારો થવાથી સિમેન્ટ અને કોંક્રિટ ખેતી અને ખાતર કરતા પણ વધારે થયા છે તેમ આર્ટિસ્ટ ભાવિન પટેલે કળાકૃતિ થકી દર્શાવ્યું હતું.

ઇંટનું કેળુ
ઇંટનું કેળુ

આર્ટિસ્ટ ભાવિન પટેલે વધતા જતા બાંધકામ અને પ્રોજેક્ટના કારણે ભવિષ્યમાં ખેતી પર થતી અસર ઇંટનું કેળુ દર્શાવીને બતાવી છે. સ્પેસ સ્ટુડિયો ખાતે યોજાએલ એક્ઝિબિશનની મુલાકાત શહેરના ફાઇન આર્ટ્સની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ અને શહેરના કળારસીકોએ લીધી હતી.

ફાઇન આર્ટ્સની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ એ મુલાકાત લીધી
ફાઇન આર્ટ્સની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ એ મુલાકાત લીધી

મિનિએચર ડોક્યુમેન્ટશન
મિનિએચર ડોક્યુમેન્ટશન

જુના વડોદરા શહેરમાં વર્ષો પહેલા જે ઇમારતો અને હતી તેનુ ડોક્યુમેન્ટેશન આર્ટિસ્ટ રશેસ ચૌહાણે કર્યું હતું. વર્તમાન સમયમાં થતા વિકાસને કારણે જુના વડોદરાની છબી ફક્ત તસવીરોમાં જ ન સચવાઇ રહે માટે આર્ટિસ્ટે આ મિનિએચર ડોક્યુમેન્ટશન કર્યા હતા.

વર્તમાન પરિસ્થિતીને દર્શાવતુ આર્ટવર્ક
વર્તમાન પરિસ્થિતીને દર્શાવતુ આર્ટવર્ક

દક્ષિણ બંગાળના આર્ટિસ્ટ ઇન્તાઝ અન્સારીના પિતા માઇગ્રન્ટ લેબર છે. આર્ટિસ્ટે મજુરના કારણે જમીનમાં થતા ફેરફાર પર અને વર્તમાન પરિસ્થિતીને દર્શાવતુ આર્ટવર્ક બનાવ્યું છે. લોકો તળાવને બ્લોક કરીને તેના પર બાંધકામ કરી રહ્યા છે. આ આર્ટવર્ક પેપરના પલ્પથી બનેલું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો