એજ્યુકેશન:મીડ સેમેસ્ટર પરીક્ષામાં IOS ઓપરેટિંગ સિસ્ટમ નહીં ચાલે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોમર્સની મીડ સેમેસ્ટર એક્ઝામમાં 8000 વિદ્યાર્થી ભાગ લેશે
  • એન્ડ્રોઇડ સિસ્ટમ હશે તો જ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે

એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની 15 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી મીડ સેમેસ્ટર એક્ઝામમાં 8000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ એન્ડ્રોઇડ સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે. આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમથી પરીક્ષા નહીં આપી શકાય. જ્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન થાય તે માટે હેલ્પ લાઇન પણ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મ.સ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મીડ સેમેસ્ટર પરીક્ષાનો પ્રારંભ 15 ડિસેમ્બરના રોજથી થઇ રહ્યો છે. ટીવાયબીકોમના 6500 વિદ્યાર્થીઓ, એમકોમના 1 હજાર વિદ્યાર્થીઓ તથા બીબીએના બીજા અને ત્રીજા વર્ષના 400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અંદાજિત 8000 વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે સવારે 9 થી 9.40 દરમિયાન યોજવામાં આવશે. પરીક્ષામાં 30 માર્કના 15 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્ન 2 માર્કના હશે. 40 મિનિટની પરીક્ષામાં 10 મિનિટનો બફર ટાઈમ આપવામાં આવ્યો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી નડે તો તેના નિવારણ માટે કોમર્સ ફેકલ્ટી દ્વારા હેલ્પ લાઇન પણ શરૂ કરવામાં આવી છે. હેલ્પ લાઇન પર મોટાભાગે વિદ્યાર્થીઓ દ્વારા લોગ-ઇન અને પાસવર્ડ ભૂલી ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. બીજી તરફ કોમર્સ ફેકલ્ટીની સેમેસ્ટર પરીક્ષામાં મોબાઈલ ફોનમાં એન્ડ્રોઇડ વર્ઝન હશે તો જ પરીક્ષા આપી શકાશે, આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ હશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...