40 કરોડની જમીન પચાવી પાડવાનો કેસ:સાજન ભરવાડ પાસેથી અસલ બાનાખત મેળવીને તપાસ શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાજન ભરવાડ - Divya Bhaskar
સાજન ભરવાડ
  • 40 કરોડની જમીન પચાવી પાડવાના કેસમાં સાજનને 1 દિવસના રિમાન્ડ
  • ફરિયાદ નોંધાતાં ભાજપનો કાર્યકર સાજન ભૂગર્ભમાં ઊતરી ગયો હતો

ગોત્રીની અંદાજે 35થી 40 કરોડની 9 હજાર ચોરસ મીટર જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડનાર ભાજપના કાર્યકર સાજન ભરવાડ સહિત 8 જણા સામે બિલ્ડરે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ગોત્રી પોલીસે શનિવારે બપોરે સાજન ભરવાડને તેના ઘરમાાંથી જ ઝડપી પાડયો હતો અને તેનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી રવિવારે અદાલતમાં રજુ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરી હતી. સાજન ભરવાડ પાસેથી અસલ બાનાખત સહિતના દસ્તાવેજો મેળવીને તેણે આચરેલા જમીન કૌંભાડની તપાસ શરુ કરાઇ છે.

ગોત્રી પોલીસમાં સમા આનંદવન સોસાયટીમાં રહેતા બિલ્ડર વિક્રમ ઉત્તમચંદ શાહે મોતીભાઇ લલ્લુભાઇ પરમાર, પ્રતાપ ઉર્ફે પ્રભાત લલ્લુભાઇ, કમળા બેન રાવજીભાઇ પરમાર, પ્રહલાદ મોતીભાઇ પરમાર, ગણપત મોતીભાઇ પરમાર, સુરેશ વિષ્ણુ ભાઇ પટેલ, સાજન વશરામભાઇ ભરવાડ (રહે, વિશ્રાંતી એસ્ટેટ, નારાયણ ગાર્ડન પાસે) અને હરીશચન્દ્ર જશવંતસિંહ ઝાલા (રહે, વિશેન્જા વેલકમ, કલાલી ચાપડ રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોત્રીની સીમમાં આવેલી 9 હજાર ચો.મી. જમીનને 5 આરોપીએ 2004માં તેમના કુટુંબીજનોને આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો છતાં તમામે ફરીથી ભેગા મળી સુરેશ પટેલને 2011માં આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી જમીન વેચી દઇ છેતરપિંંડી કરી હતી. 2013માં તમામ આરોપીએ સાજન ભરવાડને આ જમીનનું બાનાખત કરી આપ્યું હતું અને પ્રતાપભાઇ મૃત્યુ પામેલા હોવા છતાં નોટરી હરીશચન્દ્ર ઝાલાએ વેરીફાઇ કર્યા વગર નામ અને ફોટો ચોંટાડી પ્રહલાદ પરમારે પીએમ પરમારની ખોટી સહી કરી હતી, તમામ આરોપીઓએ ભેગા મળીને જમીનનો કાયદેસરનો કબજો સુપરત કર્યો હતો અને અન્ય લોકોને કુટુંબીજનોની માલીકીની જમીન પચાવી પાડી હતી. જમીનના મૂળ માલિકો અને વારસદારોએ 2004માં બિલ્ડરના કુટુંબીજનનોને જમીન વેચી હતી. ત્યારબાદ ખોટા દસ્તાવેજો ઉભા કરી સાચા તરીકે રજિસ્ટર્ડ કરાવ્યા હતા બિલ્ડરના કુટુંબીજનો આ જમીન પર જાય ત્યારે આરોપીઓના વારસદારો ધાક ધમકી આપી હતી.

જમીન પર અનઅધિકૃત માણસો- સામાન મુકવાનો પ્રયાસ કર્યો હતો. લોકડાઉનમાં પણ જમીન પચાવી પાડવા પ્રયત્ન કર્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ ભાજપનો કાર્યકર સાજન ભરવાડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો જેથી પોલીસે તેના આશ્રયસ્થાનો પર દરોડા પાડીને તેની શોધખોળ શરુ કરી હતી.બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે આ મામલે પોલીસે આ મામલે ગુનો નોંધ્યા બાદ ગણપત મોતીભાઇ પરમાર, કમળાબેન પરમાર અને નોટરી હરીશચન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. અને જેલ ભેગા કર્યા હતા.

7 દિવસ સાજન ક્યાં હતાે? શરૂ થયેલી તપાસ
સાજન ભરવાડ સાત દિવસ ક્યાં હતો ક્યાં આશ્ર્ય મેળવ્યો હતો તે અંગેની તપાસ પણ શરૂ કરાઇ છે. દરમિયાન શનિવારે સાજન ભરવાડ તેના ઘેર આવ્યો હોવાની બાતમી પીઆઇ વિનોદ વાણીયાને મળતાં પોલીસે તેના વિશ્રાંતી એસ્ટેટના બંગલોમાં દરોડો પાડી તેને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...