સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મંગળવારે કારેલીબાગ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉન નંબર એ-108માં ભાવના રોડવેઝની ગોડાઉનમાં વાપીથી મોકલવામાં આવેલા રૂા.2.30 લાખનો વિદેશી દારૂના 2880 ટ્રેટા પાઉચ કબજે કરીને રીક્ષા ચાલક સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યાં છે. આ અંગે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે જેની તપાસ બાપોદ પોલીસને સોંપવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીને આધારે કારેલીબાગ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ભાવના રોડવેઝની બ્રાંચના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.
મંગળવારે મોનીટરીંગ સેલે ગોડાઉનમાં ગુડસ કન્સાઈન્મેન્ટમાં નંબર આપીને પુછપરછ કરતા બપોરે 3 વાગે આ માલ ગોડાઉનમાં આવવાનો હોવાનું જાણવા મળ્યું હતું. સેલે બપોરે ગોડાઉન પાસે તપાસ કરતા ટ્રકમાંથી સામાન ઉતરી રહ્યો હતો. જેમાં 20 પાર્સલ આવ્યાં હોવાનું જોવા મળ્યું હતું. જે ખોલતા કાળી પ્લાસ્ટીકની થેલીઓ ચડાવેલા ત્રણ ખાખી કલરના બોક્સમાં 8 પીએમ બ્લ્યુ ડિલક્ષ વિસ્કીના 180 એમએલના ટ્રેટ્રા પાઉચ જોવા મળ્યા હતાં. જ્યારે 60 બોક્સમાં 2880 ટેટ્રા પાઉચ મળ્યા હતાં.
પોલીસે અનિલ અરવિંદ મસ્કે (રહે-હરણી રોડ)ની પૂછપરછ કરતા તેને આ માલ ભાવના રોડવેઝની વાપી બ્રાંચમાં ખાતેથી ઉપ્રા કેમીકલ પ્રા.લીમીટેડ વાપી ખાતેથી વડોદરા ફર્ટીલાઈઝર બ્રાંચમાં આવ્યો હતો. ત્યાંથી બપોરના ત્રણ વાગે કારેલીબાગના ભાવના રોડવેઝના ગોડાઉનમાં આવ્યો છે. જ્યારે આ કન્સાઈમેન્ટ કારેલીબાગ સ્થિત અવધુત કેમ ક્લિનીંગ, ફર્ટીલાઈઝરનગર-3 ખાતે જવાનો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ કન્સાઈમેન્ટમાં દારૂનો જથ્થો કોનો છે અને કોણે મોકલ્યો છે તેની ખબર નથી. કન્સાઈમેન્ટ નોટમાં જે પ્રમાણેના પાર્સલ આવેલા હતા તે પાર્સલ ગાડીમાંથી ઉતારતા હોવાનું પોલીસને કર્મચારીઓએ જણાવ્યું હતું.
પોલીસે કન્સાઈમેન્ટ લાવેલા ડ્રાઈવર આનંદ નામદેવ કાળજે (36,રહે-ખટંબા)એ 7 મહિનાથી તે ભાવના રોડવેઝમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. તે આ ટ્રક મંગળવારે ફર્ટીલાઈઝર બ્રાંચથી સામાન ભરેલી ગાડી લઈને આવેલો હોવાનું અને બોક્સમાં શું હોય છે તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું. સેલે વાપી બ્રાંચ ખાતે તપાસ કરતા એક રીક્ષા ચાલક ઉપ્રા કેમ પ્રા.,લી નામથી પાર્સલ આપી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને સીસીટીવી ફુટેજમાં રીક્ષા પણ જોવા મળી છે. વાપીનો બોક્સ આપી જનારો રીક્ષા ચાલક કોણ હતો તે અંગે તપાસ કરવા પોલીસની એક ટીમ વાપી રવાના થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.