તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મધુ શ્રીવાસ્તવે આપેલી ધમકીની તપાસ ડીસીપી ક્રાઈમને સોંપાઈ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત ખાતે મીડિયા કર્મીને ‘ઠોકાવી દઇશ’ તેમ કહ્યું હતુંં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે મીડિયા કર્મીને ધમકી આપવાના કેસમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ કમિશનરને અરજી અપાઈ હતી. આ કેસની તપાસ ડીસીપી ક્રાઈમને સોંપાઈ છે. ઉલ્લેખનિય છે કે, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા દિપકે પાલિકાના વોર્ડ 15માં અપક્ષ ફોર્મ ભર્યું હતું. જોકે તેનું ફોર્મ 3 સંતાનના નિયમને કારણે રદ થયું હતું. તે દિવસે મધુ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયત ખાતે હાજર હતા.

દરમિયાન ઈલેક્ટ્રોનિક મીડિયામાં મધુ શ્રીવાસ્તવનો ઈન્ટરવ્યુ ચાલી રહ્યો હતો. જેમાં કેમેરાની સામે મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મચારીને માણસને બોલાવીને તને ઠોકાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી. જેના પગલે મીડિયા કર્મચારીને પોલીસ પ્રોટેક્શન પણ અપાયું હતું. બીજી તરફ મીડિયા કર્મીએ મધુ શ્રીવાસ્તવ વિરુદ્ધ પોલીસ કમિશનરને અરજી આપી હતી. જે ફરિયાદ સ્વરૂપે અપાયેલી અરજીની તપાસ ડીસીપી ક્રાઈમને સોંપાઈ છે. બીજી તરફ ડીસીપી ક્રાઈમ જયદિપસિંહ જાડેજા રજા પર હોવાથી તેમને હજુ આ અરજીની તપાસ તેમના તરફ કરાઈ છે તે અંગે જાણ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો