તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:રેલવેના મહિલા તબીબના યાૈન શોષણ અંગેની તપાસ પૂર્ણ થઇ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કમિટીઅે રિપોર્ટ રેલવે મંત્રાલયને સુપરત કર્યો

વડોદરા રેલવે હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારી સામે યાૈન શોષણની મહિલા તબીબની ફરિયાદના આધારે રચાયેલી કમિટી દ્વારા ઇન્કવાયરી કરી તેનો રિપોર્ટ રેલવે મંત્રાલયને સુપ્રત કર્યો હોવાનું વેસ્ટર્ન રેલવેના જીએમ આલોક કંસલે જણાવ્યું હતું. આ સાથે તેમણે રેલવેના બંને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધ અંગે રેલવેની ગરિમા જાળવી રેલવેનો પારિવારિક મામલો હોવાની ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પ્રતાપ નગર રેલવે હોસ્પિટલના સીએમએસ દ્વારા ડીઆરએમ સામે માઈનોરીટી કમિશનમાં તેમજ રેલવે હેડ ક્વાર્ટરમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

જે અંગે વે.રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, જે પણ અધિકારી વિરુદ્ધ ફરિયાદ થઇ હશે તેની રેલવેના નિયમ મુજબ તપાસ થશે. જો માઈનોરીટી કમિશનમાં ફરિયાદ કરી હશે તો તે અેજન્સી તેમનું કામ કરશે. હોસ્પિટલના અધિકારી ઊંચી પોસ્ટ પર હોવાથી રેલવેની વિશાખા ગાઈડલાઈન મુજબ 6 લોકોની કમિટી પૈકી એક એનજીઓના મહિલા સભ્યને સામેલ કરાયા હતા. હેડ કવાર્ટર દ્વારા થયેલી રેલવેના તબીબી અધિકારી વિરુદ્ધની તપાસમાં રેલવે મંત્રાલય રિપોર્ટના આધારે કાર્યવાહી કરશે. જ્યારે ડીઆરએમે તેમની વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે જણાવ્યું હતું કે, મહિલા તબીબે પ્રાથમિક માગણીમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીની તાત્કાલિક બદલી કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં હું માત્ર નિયમ મુજબ કામ કરતો હતો. મારા વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે હજુ સુધી મારી પાસે કોઈ માહિતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો