કામગીરી:અશોક જૈનની જામીન અરજી રદ કરવા તપાસ અધિકારીએ 18 કારણો રજૂ કર્યાં

વડોદરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • અરજદાર સૂત્રધાર છે અને તેની સામે પ્રથમ દર્શનીય ગુનો : પોલીસ
 • ગોત્રી દુષ્કર્મ કેસમાં સરકારે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરી છે

ગોત્રી દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અશોક જૈને જામીન અરજી મુક્યા બાદ આજે તપાસ અધિકારીએ તેમાં સોગંદનામુ રજૂ કરી અરજદારની અરજી નામંજૂર કરવા માટેના 18 કારણો રજૂ કર્યાં હતા. જેમાં અરજદાર મુખ્ય સુત્રધાર હોવાનું અને તેની સામે પ્રથમ દર્શનિય ગુનો બનતો હોય અરજી રદ કરવી જોઇએ તેવી રજૂઆત કરવામાં આવી છે. આ કેસમાં રાજ્ય સરકારે સ્પેશ્યલ સરકારી વકીલની નિમણૂંક કરી છે. જામીન અરજીની વધુ સુનાવણી આજે હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, અશોક જૈને જામીન અરજી મૂકતાં તેની સુનાવણીમાં પીડિતાએ જામીન અરજીની સુનાવણી અન્ય કોર્ટમાં કરવા માટેની માગણી કરતી અરજી કરી હતી, જેમાં તેણે સરકારી વકીલ અને ન્યાયાધીશ પર પણ આક્ષેપો કરીને કોર્ટ ટ્રાન્સફરની અરજી કરી હતી જે અરજી પાછળથી પિડીતાએ વિડ્રો કરી હતી અને ન્યાયાધીશે પિડીતાને 1 હજારનો દંડ ફટકારી ન્યાયધીશની માફી માંગવાનો આદેશ કર્યો હતો.

અગાઉ અશોક જૈન સામે ગુનો દાખલ થયો હતો દરમિયાનમાં આજે તપાસ અધિકારીએ જામીન અરજીમાં સોગંદનામુ રજૂ કર્યું હતું અને તેમાં જામીન અરજી રદ કરવા માટેના 18 કારણો રજૂ કર્યાં હતા. આ ચકચારી કેસમાં રાજ્ય સરકારે સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે પ્રવીણ ઠક્કરની નિમણૂંક કરી છે. આજે આ જામીન અરજીની વધુ સુનાવણી હાથ ધરાશે.

જામીન અરજી નામંજૂર કરવા માટેના મહત્વના કારણો

 • અરજદારનું નામ પ્રથમથી જ એફઆઇઆરમાં છે
 • પ્રથમ દર્શનીય પુરાવો છે.
 • પિડીતાને પ્લેટ ભાડે અપાવ્યાં હતો અને તેનું ભાડુ અરજદાર ચૂકવતો હતો.
 • કેફી પીણુ પિવડાવી અડપલા કર્યાં છે અને પિડીતા તેમજ અરજદારનું મોબાઇલ લોકેશન એક આવે છે.
 • માર મારીને બળજબરી પૂર્વક શારિરીક સંબંધ બંધાયો છે અને સીસીટીવી ફુટેજ પણ છે.
 • મોબાઇલ ફોન તોડી નાંખ્યાં બાદ નવો ફોન અપાવ્યો હતો અને તેના પણ સીસીટીવી ફુટેજ છે.
 • મુખ્ય સુત્રધાર છે અને પિડીતાનું શોષણ કરી ધંધાના વિકાસ માટે ઇન્વેસ્ટરો સાથે સબંધ બાંધવા માટે દબાણ કર્યું છે.
 • દુષ્કર્મની ફરિયાદ ન કરે તે માટે સહારા ડીલમાં 50 ટકા પ્રોફીટનું પ્રલોભન આપ્યું હતું.
 • સમાજ વિરોધી ગંભીર ગુનો આચર્યો છે.
 • સ્પાઇ કેમેરા ગોઠવી તેના ફુટેજ વાઇરલ કરવાની ધમકી આપી વાઇરલ કર્યાં છે.
 • તપાસમાં સહકાર નથી આપ્યો અને નાસતા ફરતો રહ્યો છે.
 • અરજદાર પૈસા પાત્ર- વગદાર છે જામીન મલે તો સાક્ષીને ફોડશે.
 • જામીન મળશે તો મુદતે હાજર નહી રહે

જામીન મળશે તો સમાજનો ન્યાય તંત્ર પરનો વિશ્વાસ ઉઠી જશે.

અન્ય સમાચારો પણ છે...